________________
૧૧૨
કર્મગ્રંથ-૨ વિવેચન અપુબાઈ ચઉકે, આગતિરિનિરયાઉ વિગુ બિયાલય, સમાઈ ચઉસુ સત્તગ, ખયંમિ ઈચત્તશયમહવા . ૨૬ છે.
અર્થ -અપવ્વાઈ-અપૂર્વકરણાદિક, ચઉકે-ચારગુણઠાણે, અણ-અનંતાનુબંધી તિરિ-તિર્યંચાયુ, નિરયાઉ-નરકાયુ, વિણ-વિના, બિયાલય-એકસો બેંતાલીસ, સમ્માઈસમ્મદ્રષ્ટિ આદિ, ચઉસુ-ચાર ગુણઠાણે, સત્તગ-સાતપ્રકૃતિ, ખયંમિ-ક્ષય થયે છતે, ઈગચય-એકસો એકતાલીસ, આહવા-અથવા.
ભાવાર્થ - બીજા વિકલ્પથી અપૂર્વકરણાદિ ચાર ગુણસ્થાનકે તિર્યંચ-નરક આયુષ્ય, અનંતાનુબંધી ૪ કષાય એ ૬ સિવાય ૧૪૨ ની સત્તા હોય છે અથવા ચોથા ગુણસ્થાનકથી સાતમાં ગુણસ્થાનક સુધી અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ-મિશ્રસમ્યકત્વ મોહનીય એ સાત પ્રકૃતિઓ સિવાય ૧૪૧ પ્રકૃતિઓની સત્તા હોય છે.
ખવાં તું પપ્પ ચઉસુવિ, પાયાલં નિયતિરિસુરાઉ વિણા, સત્તગવિગુ અડતી, જા અનિયટ્ટી પઢમભાગો ૨૭
અર્થ - ખવર્ગ તું પપ્પક્ષપકને આશ્રયી વળી, ચઉસુવિ-એ ચારે ગુણઠાણે, પાયાલ-એકસો પીસ્તાલીસ, નિર-નરકાયુ, તિરિ-તિર્યંચાયુ, સુરાઉ-દેવાયુ, વિણાવિના, સત્તગવિણુ-સાત વિના, અડતીસ-એકસો અડત્રીસ, જ-થાવત્ અનિયટ્ટીઅનિવૃત્તિના, પઢમભાગો-પ્રથમ ભાગ સુધી. | ભાવાર્થ - ક્ષપકજીવોને ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી ૧૪૫ ની સત્તા હોય છે. ત્રણ આયુષ્ય વિના તથા દર્શન સપ્તક સિવાય ૧૩૮ ની સત્તા ચોથાથી નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી હોય છે.
થાવરતિનિનિરયાયવ, દુગથી ગતિરોગ વિગલ સાહાર, સોલખઓ દુવાસસય, બિયંસિ બિયતિય કસાય તો . ૨૮ .
અર્થ :- થાવર-સ્થાવરદ્ધિક, તિરિ-તિર્યંચદ્દિક, નિરયનરકદ્રિક, આયવદુગઆતપદિક, થીણતિગ-થીણશ્ચિત્રિક, એગ-એકેંદ્રિય જાતિ, વિગલ-વિકલૈંદ્રિય, સાહારસાધારણ નામ, સોલ-સોળનો, ખઓ-ક્ષય, વીસસયં-એકસો બાવીસ, બિયંસિબીજે ભાગે (નવમાના), બિયતિય-બીજા અને ત્રીજા, કસાયંતો-કષાયનો અંત.
ભાવાર્થ - થાવરદ્ધિક, તિર્યચકિક, નરકલિક, આતપદ્ધિક, થીણદ્વિત્રિક, એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સાધારણ એમ સોળનો અંત થતા નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે ૧૨૨ ની સત્તા હોય, બીજા ભાગના અંતે અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાની આઠ કષાયનો અંત થાય છે.
તઈઆઈસુ ચઉદસર, બારછપણ ચઉતિહિયસય કમસે, નપુઈન્ધિહાસગપુંસ, તુરિઅકોહ મય માયખઓ ૨૦