________________
કર્મગ્રંથ-૨ વિવેચના
૧૦૫
કર્ણસ્તવ નામનો કર્મગ્રંથ-બીજો તહ યુણિમો વીરજિણ, જહ ગુણઠાણેસુ સાયલકમ્માઈ,
બંદઓદીરાણાયા, સત્તાપરાણિ ખવિયાણિ ૧ અર્થ:તહ-તેમ, યુણિમો-સ્તવીશું, વીરજિણવીરસ્વામિને, જહ-જેમ, ગુણઠાણે સુગુણસ્થાનકને વિષે, સયલ-સઘળાં, કમ્માઈ-કમને, બંધા-બંધ, ઉદય-ઉદય, ઉદીરણયાઉદીરણા, સત્તા-સત્તા, પત્તાણિ-પ્રાપ્ત થયેલાને, ખવિયાણી-ખપાવ્યાં.
ભાવાર્થ :- જે રીતે સઘળાં ગુણસ્થાનકોને વિષે રહીને બંધ-ઉદય-ઉદીરણા તથા સત્તામાં રહેલાં સઘળાં કમોને ખપાવ્યાં છે એવા વીર જિનેશ્વરને અમે સ્તવીએ છીએ.
મીથ્ય સાસણ મીસે, અવિરલ દેસે પમત્ત અપમને,
નિયઢિ અનિયટ્ટિ, સુહુમુવસમ ખીણસજોગિ અોગિગુણા તેરા અર્થ :- મિચ્છે-મિથ્યાત્વ ગુણસ્થાન, સાસણ-સાસ્વાદન, મીસે-મિશ્ર, અવિરતઅવિરતિ સમ્યગ્દષ્ટિ, દેસે દેશવિરતિ, પ્રમત્ત-પ્રમત્તસંયત, અપ્રમત-અપ્રમત્ત સંયત, નિઅઢિ-નિવૃત્તિ (અપૂર્વકરણ), અનિયષ્ટિ-અનિવૃત્તિ (બાદર સંપરાય), સુહુમસુક્ષ્મ સંપરાય, ઉવસમ-ઉપશાંત મોહવીતરાગ, ખીણ-ક્ષીણ મોહ વીતરાગ, સજોગિ-યોગીકેવલી, અજોગિ-અયોગી કેવલી, ગુણા-ગુણસ્થાનકો
ભાવાર્થ:- મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત સર્વવિરતિ, અપ્રમત્ત સર્વવિરતિ, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, સુક્ષ્મસં૫રાય, ઉપશાંત મોહ . ક્ષીણમોહ, સયોગીકેવલી તથા અયોગીકેવલી એ ચૌદ ગુણસ્થાનકો કહેવાય છે.
અભિનવકમ્પગ્રહણ, બંધો ઓહણ તત્ય વીસસલું, તિત્કયરાહારગ દુગ, વજર્જ મિર્ઝામિ સત્તરયં વા અર્થ : - અભિનવ-નવા, કમ્મગ્ગહાણે-કર્મનું ગ્રહણ કરવું, બંધો-બંધ, ઓહણઓથે, તત્થ-ત્યાં, વીસસયં-એકસોવીસ, તિથ્થર-તીર્થકર નામકર્મ, આહારગગઅહારદિક, વર્જ-વર્જીને, મિચ્છમિ-મિથ્યાત્વે, સત્તરસય-એકસો સત્તર.
ભાવાર્થ:નવા કર્મનું જે ગ્રહણ કરવું તે બંધ કહેવાય છે. જેમાં ઓઘે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જિનનામ, આહારદિક સિવાય મિથ્યાત્વે એકસો સત્તર પ્રવૃત્તિઓ બંધાય છે.
નરયતિગ જાઈથાવર, ચઉ હુંડાયવ વિટ્ટ નપુ મિચ્છ,
સોલંતો ઈગરિઅસય, સાસણિ તિરિથીણદુહગતિગં ૪ અર્થ :- નરયતિગ-નરકત્રિક, જાઈ-જાતિચતુષ્ક, થાવરચઉથાવરચતુષ્ક, હુંડહંડકસંસ્થાન, આયવ-આતપ, છિવઠ-છેવટું સંઘયણ, નપુ-નપુંસકવેદ, મિચ્છ