________________
૯૮
કર્મગ્રંથ-૨ વિવેચન ૯. તિર્યંચાયુષ્ય પ્રકૃતિ - ૧-૨ ગુણસ્થાનકે બંધાય તો એક અંતમુહૂર્ત સુધી સતત બંધાય છે.
૧૦. મનુષ્પાયુષ્ય પ્રકૃતિ - ૧-૨ અને - ૪ ગુણસ્થાનકે બંધાય તો એક અંતમુહૂર્ત સુધી સતત બંધાય છે.
૧૧. દેવાયુષ્ય પ્રકૃતિ - ૧-૨ તથા ૪ થી ૬ અથવા ૪ થી ૭ સુધી એક અંતરમુહૂર્ત બંધાય તો સતત બંધાય સાતમાં ગુણસ્થાનકે આયુષ્યનો બંધ નવો ચાલુ થતો નથી.
૧૨. મિથ્યાત્વ પ્રકૃતિ ૧લા ગુણસ્થાનક સુધી સતત બંધાય છે. ૧૩. અનંતાનુબંધિ ૪ કષાય પ્રકૃતિ - ૧-૨ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે.
૧૪. અપ્રત્યાખ્યાનીય ૪ કષાય પ્રકૃતિ - ૧ થી ૪ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે.
૧૫. પ્રત્યાખ્યાનીય કષાય પ્રકૃતિ - ૧ થી ૫ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે.
૧૬. સંજવલન કોઇ પ્રકૃતિ - ૧ થી ૯ ગુણસ્થાનકના ૨ ભાગ સુધી સતત બંધાય છે.
૧૭. સંજવલન માન પ્રકૃતિ - ૧ થી ૮ ગુણસ્થાનકના ૩ ભાગ સુધી સતત બંધાય છે.
૧૮. સંજવલન માયા પ્રકૃતિ - ૧ થી ૮ ગુણસ્થાનકના ૪ ભાગ સુધી સતત બંધાય છે.
૧૯. સંજવલન લોભ પ્રકૃતિ - ૧ થી ૯ ગુણસ્થાનકના ૫ ભાગ સુધી સતત બંધાય છે.
૨૦. અરતિ - શોક પ્રકૃતિ - ૧ થી ૬ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે.
૨૧. હાસ્ય - રતિ પ્રકૃતિ - ૧ થી ૬ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે અને ૭ થી ૮ ગુણસ્થાનકના ૭ ભાગ સુધી સતત બંધાય છે.
૨૨. ભય – જુગુપ્સા પ્રકૃતિ - ૧ થી ૮ ગુણસ્થાનકના ૭ ભાગ સુધી સતત બંધાય છે.
૨૩. પુરૂષવેદ પ્રકૃતિ - ૧-૨ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે અને ૩ થી ૯ ગુણસ્થાનકના ૧ ભાગ સુધી સતત બંધાય છે.