________________
કર્મગ્રંથ-૬
જ |
-
જી
જે
જ
થયેલી હોય છે અને અગ્યારમા ગુણસ્થાનકે મોહનીય કર્મ સંપૂર્ણ ઉપશમ થયેલું જાણવું. ૭. અનાદિ મિથ્યાત્વી જીવો સૌ પ્રથમ કયા સમક્તિને પામે? કોના કોના મતે ફેરફાર છે? અનાદિ મિથ્યાત્વી જીવો કાર્મગ્રંથિક મતના અભિપ્રાયે સૌ પ્રથમ ઉપશમ સમક્તિની પ્રાપ્તિ કરે છે અને સિધ્ધાંતિક મતે ક્ષયોપશમ સમક્તિની પ્રાપ્તિ કરે છે. ઉપશમ સમક્તિની પ્રાપ્તિ કેટલા કરણોથી થાય? કયા? ત્રણ. ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિકરણથી ઉપશમ સમક્તિ પ્રાપ્ત થાય. ઉપશમ સમક્તિમાં પ્રવેશ તેને શું કહેવાય છે? અંતરકરણમાં પ્રવેશ એ ઉપશમ સમક્તિમાં પ્રવેશ અથવા ઉપશમ સમક્તિની પ્રાપ્તિ પણ કહેવાય છે. અનાદિ જીવો ઉપશમ પામે તેમાં મોહનીયની કેટલી પ્રકૃતિઓ ઉપશમ થાય? કઈ? પાંચનો ઉપશમ હોય. સર્વથા ઉપશમ રૂપે હોય છે. અનંતાનુબંધિ ચાર કષાય, મિથ્યાત્વમોહનીય. આ સમક્તિથી જીવ શું પ્રાપ્ત કરી શકતો નથી? આ ઉપશમ સમક્તિથી જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકતો નથી. આ સમક્તિ કેટલા ગુણસ્થાનકોમાં હોય? ચાર થી સાત એમ ચાર ગુણસ્થાનકોમાં હોય છે. આ સમક્તિનો કાળ પૂર્ણ થતાં જીવને શેનો ઉદય થાય? આ ઉપશમ સમક્તિનો કાળ પૂર્ણ થયે જીવોને સમ્યકત્વ મોહનીય પૂંજનો ઉદય થાય અથવા મિશ્ન મોહનીયનો ઉદય થાય અથવા મિથ્યાત્વ મોહનીય નો ઉદય થતાં પહેલા અનંતાનુબંધિનો ઉદય થાય છે.
આ સમક્તિનો કાળ પૂર્ણ થયે એને શેનો ઉદય ઉપયોગી છે? સમ્યકત્વ મોહનીયનો ઉદય થાય તે ઉપયોગી ગણાય છે.
છે
જે
ત
ઇ
ઈ
છે
આ
5
/