________________
કર્મગ્રંથ-૬
ઉ એક અને બે એમ બેમાં હોય છે. ૨૦૧. આતપ, સૂક્ષ્મત્રિકની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ એક પહેલા ગુણસ્થાનકમાં હોય છે. ૨૦૨. પ્રત્યેક સ્થિર, શુભ, સુસ્વર, અસ્થિર, અશુભ, દુસ્વરની, ઉદય,
ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં હોય. ૨૦૩. પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાતની ઉદય, ઉદીરણા
કેટલા ગુણસ્થાનકમાં હોય?
૧ થી ૧૩ ગુણસ્થાનકમાં હોય. ૨૦૪. બાકીની પ્રકૃતિઓની ઉદય, ઉદીરણા કઈ રીતે હોય? તે કેટલી
હોય? એકતાલીશ પ્રકૃતિઓની ઉદીરણા પહેલી વિચ્છેદ પામે છે પછી ઉદય વિચ્છેદ પામે છે તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯,
વેદનીય-૨, મોહનીય-૬, આયુષ્ય-૪, નામ-૯, ગોત્ર-૧, અંતરાય-પ ૨૦૫. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ આ ૧૪ની ઉદીરણા,
ઉદય કયારે કયારે હોય? ૧૪ની ઉદીરણા બારમાની એક આવલીકા બાકી રહે ત્યારે વિચ્છેદ
પામે અને ઉદય અંત સમયે વિચ્છેદ થાય છે. ૨૦૬. નિદ્રા, પ્રચલાની ઉદીરણા, ઉદય કયારે હોય?
બારમા ગુણસ્થાનકના ઉપાસ્ય સમય પહેલાની એક આવલિકા સુધી
ઉદીરણા અને ઉપાજ્ય સમય સુધી ઉદય હોય છે. ૨૦૭. થીણધ્ધત્રિકની ઉદય-ઉદીરણા કયાં સુધી હોય?
ઉદીરણા છઠ્ઠા ગુણસ્થાનકની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી
હોય, ઉદય છટ્ટાના અંત સમય સુધી હોય છે. ૨૦૮. વેદનીયની બેની ઉદય, ઉદીરણા કયાં સુધી હોય? 3 ઉદય ૧ થી ૧૪ અને ઉદીરણા ૧ થી ૬ ગુણસ્થાનકમાં હોય. ૨૦૯. મિથ્યાત્વ મોહનીયની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય?