________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
ઉ ૧ થી ૪ ગુણસ્થાનક સુધી સાથે હોય છે. ૧૯૧. દેવાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વીની ઉદય, ઉદીરણા કેટલા
ગુણસ્થાનક સુધી હોય છે? ઉ. ૧, ૨ અને ગુણસ્થાનકમાં હોય છે. ૧૯૨. નરકાનુપૂર્વીની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ એક અને ચાર એમ બેમાં હોય. ૧૯૩. વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં
હોય? ઉ એક થી ચારમાં હોય. ૧૯૪. ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગની ઉદય,
ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ ૧ થી ૧૩ માં હોય. ૧૯૫. આહારક શરીર, આહારક અંગોપાંગની ઉદય ઉદીરણા કેટલા
ગુણસ્થાનકમાં હોય?
છઠ્ઠા ગુણસ્થાનક એકમાં જ હોય. ૧૯૬. પહેલું સંઘયણ, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિની ઉદય, ઉદીરણા કેટલા
ગુણસ્થાનકમાં હોય? ઉ એકથી તેરમા હોય છે. ૧૯૭. બીજા, ત્રીજા સંઘયણની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય ? . એકથી અગ્યારમાં હોય. ૧૯૮. છેલ્લા ત્રણ સંઘયણની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ એકથી સાતમાં હોય. ૧૯૯. તિર્યંચગતિ, ઉદ્યોત, નીચ ગોત્રની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં
હોય ? ઉ એક થી પાંચમાં હોય. ૨૦૦. એકેન્દ્રિયાદિ, ચાર જાતિ, સ્થાવરની ઉદય, ઉદીરણા કેટલા
ગુણસ્થાનકમાં હોય?