SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૧૯ ૧0૧. ઉ યોગ-૧૩, ૪ -મનના, ૪-વચનના, ઔદારિક કાયયોગ, વૈક્રીય કાયયોગ, વૈક્રીય મિશ્રયોગ, આહારક કાયયોગ, આહારક મિશ્ર યોગ હોય. ઉદયસ્થાન-૪, ઉદયચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ૪૪, પદવૃંદ= ૧૦૫૬ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે યોગ ચોવીશી કેટલી થાય? આહારક-આહારકમિશ્ર બે સિવાયના ૧૧ યોગને વિષે ૧૧ X ૮ ચોવીશી = ૮૮ યોગ ચોવીશી થાય છે. ૧૦૨. છઠ્ઠા ગુણસ્થાનકે યોગ ષોડશક ભાંગા કેટલા થાય? શાથી? આહારક-આહારક મિશ્ર બે યોગને વિષે ચૌદ પૂર્વધરો આહારક શરીર કરે છે. સ્ત્રીવેદી જીવોને ચૌદ પૂર્વનો અભ્યાસ કરવાનો ન હોવાથી આહા૨ક શરીર બનાવતા નથી. તે કારણથી આહારકઆહારકમિશ્રયોગમાં સ્ત્રીવેદના ભાંગા ન હોવાથી ષોડશક ભાંગા હોય છે. તેથી ૨ યોગ x ૮ ષોડશક = ૧૬ ષોડશક ભાંગા થાય. ૧૦૩. છઠ્ઠા ગુણસ્થાનકે ઉદયભાંગા કેટલા થાય? કયા? આહારક બે સિવાય ૧૧ યોગની ૮૮ ચોવીશી x ૨૪ = ૨૧૧૨, ઉદયભાંગા. ૨ યોગ X ૮ ષોડશક = ૧૬ ષોડશક x ૧૬ = ૨૫૬ ઉદયભાંગા. ૨૧૧૨ + ૨પ૬ = ૨૩૬૮ ઉદયભાંગા થાય છે. ૧૦૪. છઠ્ઠા ગુણસ્થાનકે યોગ ઉદયપદ કેટલા થાય? ૫૭ર યોગ ઉદયપદ થાય તે આ પ્રમાણે ૧૧ યોગ x ૪૪ ઉદયપદ =૪૮૪ યોગ ઉદયપદ ૨ યોગ x ૪૪ ઉદયપદ = ૮૮ યોગ ઉદયપદ કુલ પ૭ર યોગ ઉદયપદ થાય. ૧૦૫. છઠ્ઠા ગુણઠાણે યોગ પદવૃંદ કેટલા થાય? ૧૩૦૨૪ યોગ પદવૃંદ થાય છે. ૪૮૪ યોગ ઉદયપદ x ૨૪ =૧૧૬૧૬ પદવૃંદ ૮૮ X ૧૬ = ૧૪૦૮ પદવૃંદ ૧૩૦૨૪ પદવૃંદ થાય છે. ઉ
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy