________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૭૪.
ઉ
૭૫.
ઉ
૭૬.
ઉ.
૭૭.
ઉ
૭૮.
૭૯.
ઉ.
૮૦.
6.
જી
૮૧.
ઉ.
૧૫
ત્રીજા ગુણસ્થાનકે યોગ ઉદયભાંગા કેટલા થાય ?
યોગ ઉદય ચોવીશી ૪૦ x ૨૪ ઉદયભાંગા એ ગુણતાં ૯૬૦ યોગ ઉદયભાંગા થાય છે.
ત્રીજા ગુણસ્થાનકે યોગ ઉદયપદ કેટલા થાય?
૭,૮,૯ ઉદયસ્થાનના ૭ +૧૬ + ૯ =૩૨ ઉદયપદ થાય છે. ૩૨ ઉદયપદ X ૧૦ યોગ = ૩૨૦ યોગ ઉદયપદ થાય છે.
ત્રીજા ગુણસ્થાનકે યોગ પદવૃંદ કેટલા થાય ?
૩૨ ઉદયપદને ૨૪ ગુણતાં ૩૨ X ૨૪= ૭૬૮ ઉદય પદવૃંદ થાય છે. તેને ૧૦ યોગ વડે ગુણતાં ૭૬૮ X ૧૦ = ૭૬૮૦ યોગ પદવૃંદ થાય છે. ત્રીજા ગુણસ્થાનકે યોગ ચોવીશી આદિ કેટલા થાય ?
યોગ ઉદય ચોવીશી ૪૦, યોગ ઉદયભાંગા ૯૬૦, યોગ ઉદયપદ ૩૨૦, યોગ પદવૃંદ ૭૬૮૦ થાય છે.
ચોથા ગુણસ્થાનકે યોગ ઉદયચોવીશી આદિ કેટલા હોય ? ૧૩ યોગ-૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્રયોગ, વૈક્રિય કાયયોગ, વૈક્રીય મિશ્ર યોગ અને કાર્મણ કાયયોગ, ઉદયસ્થાન ૪, ઉદય ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૬૦, પદવૃંદ-૧૪૪૦ હોય છે.
દેવતા નારકી સમક્તિ સાથે કયા વેદે ઉત્પન્ન થાય ? દેવતા-નારકી સમક્તિ લઈને મનુષ્ય તિર્યંચમાં ઉત્પન્ન થાય તો પુરૂષવેદ અને સ્ત્રીવેદે ઉત્પન્ન થાય પણ નપુંસક વેદે ઉત્પન્ન થતા નથી. સમક્તિને કયા વેદે કયા યોગ ન હોય ?
સમક્તિ સાથે નપુંસકવેદ પણે થતાં ન હોવાથી ઔદારિક મિશ્ર યોગને નપુંસકવેદનાં ભાંગા ઘટે નહિ.
મનુષ્ય-તિર્યંચ સમક્તિ સાથે કયા વેદમાં ઉત્પન્ન થાય ?
સમક્તિ સાથે દેવપણામાં ઉત્પન્ન થાય તો નિયમા પુરૂષવેદે જ ઉત્પન્ન થાય છે પણ સ્ત્રીવેદે ઉત્પન્ન થતા નથી નરકમાં ઉત્પન્ન થતાં નપુંસકવેદે ઉત્પન્ન થઈ શકે છે.