________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૧૧.
મોહનીયનો ઉદય થતાં ૨૦ની સત્તા સાથે ત્રીજા ગુણને પામે અથવા ઉપશમ સમકિતથી પતન પામી મિથ્યાત્વે આવી એક અંતરમુહૂર્ત રહી મિશ્ર મોહનીયનો ઉદય થતાં ૨૮ની સત્તા સાથે ત્રીજા ગુણ.ને પામે ત્યારે હોય અથવા ક્ષયોપશમ સમકિતી ૨૮ની સત્તાવાળા જીવને મિશ્ર મોહનીયનો ઉદય થાય ત્યારે ત્રીજા ગુણ.ને પામે ત્યારે હોય. કોઈ જીવ ક્ષયોપશમ સમકિતના કાળમાં અનંતા ૪ ની વિસંયોજના કરી ૨૪ની સત્તાવાળો, મિશ્રમોહનીય નો ઉદય થાય ત્યારે ૨૪ની સત્તા સાથે ત્રીજા ગુણ.ને પામે ત્યારે હોય. કોઈ ૨૮ની સત્તાવાળો મિથ્યાદ્રષ્ટિ જીવ સમ્યકત્વ મોહનીયની ઉર્વલના કરી ર૭ની સત્તાવાળો થાય તેમાં મિશ્ર મોહનીયનો ઉદય થતાં ત્રીજા ગુણ ને પામે ત્યારે ૨૭ની સત્તાવાળા પણ હોય છે. ચોથા ગુણકે. પાંચ સત્તાસ્થાનો કઈ રીતે હોય? ચોથા ગુણકે. ઉપશમ તથા ક્ષયોપશમ સમકિતીને ૨૮ની સત્તા હોય અનંતાની વિસંયોજના વાળા ઉપશમ તથા ક્ષયોપશમ સમકિતીને ૨૪ની સત્તા હોય. ક્ષયોપશમ સમકિતીને ક્ષાયિક સમકિત પામતાં અનંતા ૪, મિથ્યાત્વનો અંત થતાં ૨૩ની સત્તા હોય. ક્ષયોપશમ સમકિતીને અનંતા-૪, મિથ્યાત્વ, મિશ્ર છનો અંત થતાં ૨૨ની સત્તા હોય, ક્ષાયિક સમકિતી જીવોને દર્શન સપ્તકવિના ૨૧ની સત્તા હોય છે. બાવીશની સત્તા ક્યા જીવોને હોય? શાથી? ક્ષાયિક સમકિત પામતો જીવ અનંતા-૪, મિથ્યા, મિશ્રનો અંત કર્યા બાદ સમ્ય, મોહનીય ઘણી ખરી ખપાવ્યા બાદ છેલ્લા ત્રણ ગ્રામ જેટલા દલિકો બાકી રહે ત્યારે આયુષ્ય પૂર્ણ થતાં ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં જઈ શકે છે ત્યારે ચારે ગતિમાં બાવીશની સત્તા હોય છે. બાવીશની સત્તા લઈને મનુષ્ય તિર્યંચમાં જાય તો કેટલા વર્ષના આયુષ્યમાં જાય ?
૧૩.