________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્ર. ૧૧ એક પ્રકૃતિનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉ: આ પ્રમાણે. સંજ્વલન લોભ પ્ર. ૧૨ બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદમાં તથા કેટલા
ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ: બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન ૧૪ જીવભેદમાં હોય તથા પહેલા એક
મિથ્યાત્વ ગુણસ્થાનકમાં હોય છે. પ્ર. ૧૩ બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ: બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન ૪૪ માર્ગણામાં હોય છે ૪ ગતિ - ૫ જાતિ
- ૬ કાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ અજ્ઞાન-અવિરતિ-ચક્ષુઅચક્ષુદર્શન-૬ વેશ્યા-ભવ્ય-અભવ્ય-મિથ્યાત્વ-સન્ની-અસની
આહારી-અણાહારી પ્ર. ૧૪ એકવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા કેટલા ગુણસ્થાનકમાં
હોય? એકવીસ પ્રકૃતિનું બંધસ્થાન ૭ જીવભેદમાં હોય (બાદરઅપર્યા. એકેન્દ્રિયથી સની અપર્યા. ૬ તથા સર્જપર્યા. જીવભેદ સાથે)
ગુણસ્થાનક એક બીજું હોય છે. પ્ર. ૧૫ એકવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : એકવીસ પ્રકૃતિનું બંધ સ્થાન ૪૧ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫
જાતિ-પૃથ્વી-અવન-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ અજ્ઞાનઅવિરતિ-ચક્ષુ-અચક્ષુદર્શન-લેશ્યા ૬-ભવ્ય-સાસ્વાદન-સન્ની-અસન્ની
આહારી-અણાહારી. પ્ર. ૧૬ સત્તર પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા કેટલા ગુણસ્થાનકમાં
હોય? ઉ : સત્તર પ્રકૃતિનું બંધસ્થાન બે જીવભેદ (સની અપર્યા. પયા)માં હોય
તેથા બે ગુણસ્થાનક (ત્રીજું અને ચોથું)હોય. પ્ર. ૧૭ સત્તર પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : સત્તર પ્રકૃતિનું બંધસ્થાન ૪૦ માર્ગણામાં હોય. ૪ ગતિ-પંચેન્દ્રિયજાતિ
ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ જ્ઞાન-૩ અજ્ઞાન-અવિરતિ-૩ દર્શન-૬ લેશ્યા-ભવ્ય-મિશ્ર-ઉપક્ષમ-ક્ષયોપશમ-ક્ષાયિક સમકિત-સન્ની