________________
૪૦૧. અશાતા વેદનીયનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય?
૫૮, ૪-ગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની,
અસત્રી, આહારી, અણાહારી. ૪૦૨. શાતા વેદનીયનો બંધ કેટલી માર્ગણામાં હોય? ઉ ૬૨ માર્ગણામાં હોય છે. ૪૦૩. શાતા-અશાતાનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૬ર માર્ગણામાં હોય. ૪૦૪. શાતા અશાતા બન્નેની સત્તા કેટલી માર્ગણામાં હોય? " ઉ ૬૨ માર્ગણામાં હોય છે. ૪૦૫. પહેલા બે ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ (અશા, અશા-૨ અશા,શાતા-૨) આ ભાંગા ૫૮ માર્ગણામાં હોય
કેવલજ્ઞાન, કેવલદર્શન, સૂમસંપરાય, યથાખ્યાત સિવાય જાણવી. ૪૦૬. વેદનીયના ત્રીજા ચોથા ભાંગામાં કેટલી માણાઓ હોય? ઉ (શાતા, અશાતા-૨, શાતા, શાતા-૨) આ ભાંગા ૬૨ માર્ગણામાં હોય. ૪૦૭. વેદનીયના પાંચમા છઠ્ઠા ભાંગામાં કેટલી માર્ગણાઓ હોય? ઉ (0 અશા-૨, ૦-શાતા-૨) આ બેમાં ૧૦ માર્ગણા. મનુષ્યગતિ,
પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન, યથાવાત, કેવલદર્શન, ભવ્ય,
ક્ષાયિક, સન્ની, અણાહારી. ૪૦૮. વેદનીયના છેલ્લા બે ભાંગામાં કેટલી માર્ગણાઓ હોય? ઉ ૧૦ માર્ગણા, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન,
યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સન્ની, અણાહારી. ૪૦૯. વેદનીયના આઠેય ભાંગા હોય એવી માર્ગણાઓ કેટલી હોય? ઉ સાત, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય, ક્ષાયિક, સન્ની,
અણાહારી. ૪૧૦. પહેલા ચાર ભાંગા જ હોય એવી માર્ગણાઓ કેટલી હોય?