________________
| ૧૯૭. અસત્રી પર્યાપ્તા તથા સન્ની પર્યાપ્તા બે જીવ ભેદમાં તિર્યંચાયુષ્યનાં સંવેધ
ભાંગા કેટલા હોય? કયા? :
નવ સંવેધ ભાંગા હોય છે. ૧૯૮. સન્ની અપર્યાપ્ત જીવમાં સવેધ ભાંગા કેટલા હોય? કયા?
પાંચ ભાંગા હોય ૧. આયુષ્ય અબંધકાળ ૨-૩ આયુષ્ય બંધકાળ, ૪-૫ આયુષ્ય અબંધકાળનાં જાણવા ૧. અબંધ - તિર્યંચ - તિર્યંચ ૨. તિર્યંચ - તિર્યંચ - તિર્યંચ - તિર્યંચ ૩. મનુષ્ય - તિર્યંચ -મનુષ્ય - તિર્યંચ ૪. અબંધ - તિર્યંચ - તિર્યંચ - તિર્યંચ
૫. અબંધ - તિર્યંચ - મનુષ્ય - તિર્યંચ ૧૯૯. મનુષ્યગતિમાં કેટલા આયુષ્યનો બંધ થઈ શકે ? ઉ મનુષ્યગતિમાં ચારે આયુષ્યનો બંધ થાય છે. ૨૦૦. મનુષ્યગતિમાં ચારે આયુષ્યનો બંધ કયા કયા ગુણઠાણે થઈ શકે?
નરકાયુષ્યનોબંધ પહેલા ગુણ ઠાણે હોય તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ પહેલા બીજા ગુણઠાણે હોય દેવાયુષ્યનો બંધ પહેલા બીજા-ચોથાપાંચમા છઠ્ઠા ગુણઠાણે બંધાય તથા છઠ્ઠાથી બાંધતો સાતમે જાય તો
સાતમે પણ બંધાય છે. ૨૦૧. મનુષ્યનો ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય? ઉ ચૌદે ચૌદ ગુણઠાણામાં હોય. ૨૦૨. મનુષ્યગતિમાં ચારે આયુષ્યની સત્તા કેટલા કેટલા ગુણઠાણામાં હોય?
શાથી? નરકાયુષ્યની સત્તા ૧ થી ૭ ગુણસ્થાનકમાં હોય, તિચાયુષ્યની સત્તા ૧ થી ૭ ગુણસ્થાનકમાં હોય, પરભવના મનુષ્યના આયુષ્યના બંધક જીવને મનુષ્યની સત્તા ૧ થી ૭ ગુણસ્થાનકમાં હોય. આ ત્રણેનાં આયુષ્યની સત્તાવાળા જીવો ઉપશમશ્રેણી પ્રાપ્ત કરતા નથી. દેવાયુષ્યની સત્તા ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય કારણ કે દેવાયુષ્ય બાંધ્યા પછી જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકે છે માટે સત્તા ગણાય છે.
૩૯