________________
વેદનીય, એક પ્રકૃતિનું. આ બન્ને પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી એક સાથે બંધમા હોતી નથી. અશાતા વેદનીયનો બંધ કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
કયા? ઉ ચૌદ જીવભેદમાં હોય તથા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી બંધમાં હોય છે. ૧૫૬. શાતા વેદનીય નો બંધ કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
કયા ? ઉ. ચૌદ જીવભેદમાં હોય તથા ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં બંધ હોય છે. ૧૫૭. વેદનીય કર્મનાં ઉદયસ્થાન કેટલા હોય? શાથી? ઉ. વેદનીય કર્મની બન્ને પ્રકૃતિઓ ઉદયમાં પરાવર્તમાન હોવાથી જયારે
એકનો ઉદય હોય ત્યારે બીજીનો ઉદય હોતો નથી. તેથી એક સમયે એક પ્રકૃતિનો ઉદય હોય છે તેના કારણે બે ઉદય સ્થાન હોય.
૧. અશાતા વેદનીયનું ૨. શાતા વેદનીયનું ૧૫૮. અશાતા વેદનીયનો ઉદય કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? શાથી? ઉ. ચૌદ જીવભેદમાં હોય તથા ચોદ ગુણસ્થાનકમાં હોય ૧૫૯. શાતા વેદનીયનો ઉદય કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય? ઉ ચૌદ જીવભેદમાં તથા ચૌદ ગુણસ્થાનકમાં હોય છે. ૧૬૦. શાતા-અશાતા બન્ને નો ઉદય ચૌદમા ગુણસ્થાનકે શી રીતે હોય?
(જણાય?) ઉ વેદનીયની બે પ્રકૃતિઓમાંથી તેરમાં ગુણસ્થાનકે ઉદયમાંથી કોઈપણ
એક પ્રકૃતિનો અંત થાય છે તેમાં જે જીવોને તેરમાના અંતે શાતાનો ઉદય હોય તેઓને અશાતાનો અંત થતો હોવાથી ચૌદમે શાતાનો ઉદય રહે છે અને જે જીવોને તેરમાના અંતે અશાતાનો ઉદય હોય તેઓને ચૌદમે અશાતાનો ઉદય રહે છે ત્યારે તેઓને શાતાનો ઉદય વિચ્છેદ થાય છે આ કારણથી જીવ વિવક્ષાના કારણે ફેર પડતો હોવાથી ચૌદમે
બન્નેનો ઉદય ગણી શકાય છે. ૧૬૧. વેદનીય કર્મનાં સત્તાસ્થાનો કેટલા હોય? કયા?