________________
જીવનો વિકાસક્રમ
૭૧ (૨) મિશ્ર મોહનીય : મિશ્રભાવ વડે જે મુંઝવે. જિનેશ્વર ભગવંતના વચન ઉપર શ્રદ્ધા (રાગ) પણ ન થાય અને અશ્રદ્ધા દ્વષ) પણ ન થવા દે એવો સાચા-ખોટાનો અનિર્ણયાત્મક પરિણામ સ્વરૂપભાવ તે, આ મિશ્રમોહનીયનો ઉદય અંતર્મુહૂર્ત રહે. પછી મિથ્યાત્વ કે ક્ષાયો. સમ્યકત્વ પામે. આવો જે મિશ્રભાવ તેને મિશ્ર મોહનીય કર્મ કહે છે.
(૩) મિથ્યાત્વ મોહનીય ઃ જિનકથિક તત્ત્વોની શ્રદ્ધા ન થવા દે તે મિથ્યાત્વ મોહનીય.
(૧) પદ્રવ્યના જ્ઞાનના વિપરીતાણાવડે મુંઝવે. (૨) જે પદાર્થ જે સ્વરૂપે હોય તે રૂપે શ્રદ્ધા ન થવા દે.
(૩) જગત્ નવતત્ત્વરૂપ છે. તે નવતત્ત્વને ન માને - શ્રદ્ધા ન થાય. જગત જે સ્વરૂપે છે તે રૂપે જિનેશ્વર ભગવંતોએ બતાવેલ છે છતાં તે સર્વજ્ઞના વચનોનો વિશ્વાસ ન થાય.'
(૪) સર્વજ્ઞ ભગવંતો અત્યારે નથી તેથી તેમણે બતાવેલ જગતને જીવાદિતત્ત્વોને આગમ પ્રમાણે કહેનારા ગુરુભગવંતોના વચન ઉપર શ્રદ્ધા ન થાય - શ્રદ્ધા કરવામાં મુઝાય - શ્રદ્ધા ન કરે તે મિથ્યાત્વ મોહનીય કહેવાય.
જીવનો વિકાસક્રમ :
ભવ્ય જીવ-અનાદિ મિથ્યાત્વી જીવ સૂક્ષ્મનિગોદમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં આવે છે. ત્યાંથી આ જીવ ચરમાવર્તમાં પ્રવેશ કરે છે અને અનેકવાર યથાપ્રવૃત્તકરણ કરે છે. એમ પ્રયત્ન કરતાં કરતાં ચરમ યથાપ્રવૃત્તકરણ સુધી આ જીવ પહોંચી જાય છે.
(૧) યથાપ્રવૃત્તકરણ : અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં પૂર્વોક્ત પ્રકારના જીવને તથાભવ્યત્વના પરિપાકથી અનાયાસે સારા પરિણામ પ્રાપ્ત થાય તે યથાપ્રવૃત્તકરણ કહેવાય.