________________
૬૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ જવાબ : છદ્મસ્થ જીવોને પ્રથમ દર્શનોપયોગ હોય પછી જ્ઞાનોપયોગ થાય તેથી નિદ્રાનો ઉદય આવે ત્યારે પ્રથમ દર્શનશક્તિ અવરાઈ જાય છે તેથી દર્શનાવરણીય કહી.
પ્રશ્ન : નિદ્રા વિગેરેથી દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલ દેશ દર્શનગુણ હણાય છે. છતાં પાંચમાં કર્મગ્રંથમાં સર્વઘાતી કેમ કહી ?
જવાબઃ જો કે નિદ્રાના ઉદયમાં (ક્ષયોપશમથી થયેલ) દેશગુણ ને આવરે છે. છતાં તે ગુણ સંપૂર્ણપણે અવરાય છે. માટે સર્વઘાતી કહી છે.
પ્રશ્ન : ચક્ષુઈન્દ્રિય વડે સામાન્યપણે જાણવું તે ચક્ષુદર્શન અને શેષ ઈન્દ્રિયો વડે સામાન્ય બોધ તે અચક્ષુદર્શન.
આમ ચક્ષુઈન્દ્રિયનું દર્શન જુદું કહ્યું અને બાકીની ઈન્દ્રિયોનું દર્શન એક જ કહ્યું આમ કેમ ?
એટલે કે બધી ઈન્દ્રિયોનું એક જ દર્શન કહેવું જોઈએ અથવા દરેક ઈન્દ્રિયનું દર્શન ભિન્ન ભિન્ન કહેવું જોઈએ.
જવાબ : પ્રશ્ન તમારો બરાબર છે, પરંતુ લોકમાં જોવાનું ચક્ષુ વડે થાય છે. દર્શન એટલે જોવું તેમાં ચક્ષુ મુખ્ય છે. તેથી તેનું દર્શન ભિન્ન કહ્યું અને વધારે વિસ્તાર ન થાય માટે બાકીની ઈન્દ્રિયોનું દર્શન એક કહ્યું. અહીં દર્શન-સામાન્ય બોધ.
પ્રશ્ન : મતિ-શ્રુત જ્ઞાન પૂર્વે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન હોય. અવધિજ્ઞાનીને પૂર્વે અવધિદર્શન થાય પછી અવધિજ્ઞાન થાય.
તો મન:પર્યવજ્ઞાનીને દર્શન કેમ નહીં. અર્થાત્ મન:પર્યવદર્શન કહેવું જોઈએ ને.
જવાબ : જો કે છદ્મસ્થને દર્શનપૂર્વક જ્ઞાન થાય છે. પરંતુ મન:પર્યવજ્ઞાનીને તેવા પ્રકારના ક્ષયોપશમની પટુતાથી પ્રથમથી જ