________________
૬૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
૨૩
આ પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયો છે તે આ પ્રમાણે -
વિષયનું ગ્રહણ - જાણવું તે ઉત્કૃષ્ટથી (૧) સ્પર્શેન્દ્રિયનો વિષય -૮ સ્પર્શને ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી (૨) રસનેન્દ્રિયનો વિષય - ૫ રસને ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી (૩) ઘ્રાણેન્દ્રિયનો વિષય – ૨ ગંધને ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી (૪) ચક્ષુરિન્દ્રિયનો વિષય-૫ વર્ણને અપ્રકાશિત એક લાખ યોજનથી (૫) શ્રોતેન્દ્રિયનો વિષય -૩ શબ્દને (સચિત, અચિત, મિશ્ર) ૧૨
યોજન દૂરથી આ વિષયોને બતાવેલ યોજન દૂરથી ઈન્દ્રિય દ્વારા બોધ કરવાની શક્તિ છે તેને આવર-મંદ કરે તે દર્શનાવરણીય કહેવાય. सुहपडिबोहा निद्दा, निहानिद्दा य दुक्खपडिबोहा । पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ ॥ ११ ॥
શબ્દાર્થ : કિમ = ઉભેલાને, ૩વદિ = બેઠેલા, ૩ = વળી, વંમો = ચાલતા.
ગાથાર્થ : સુખપૂર્વક જાગી શકાય તેવી અલ્પનિદ્રા હોય તે નિદ્રા, દુઃખે કરીને જાગૃત થાય તેવી ગાઢ નિદ્રા હોય તે નિદ્રા નિદ્રા, ઊભા રહેલાને કે બેઠેલાને જે નિદ્રા આવે તે પ્રચલા અને ચાલતાંને જે નિદ્રા આવે તે પ્રચલા પ્રચલા કહેવાય છે. ૧૧ /
વિવેચન : દર્શનાવરણીય કર્મ બે વિભાગમાં વહેંચાયેલું છે. (૧) દર્શનાવરણીય ચતુષ્ક (૨) નિદ્રાપંચક.
હવે અહીં નિદ્રાપંચકનું વર્ણન જણાવે છે.
(૧) નિદ્રા : ચૈતન્યને અસ્પષ્ટ કરે તે નિદ્રા. નિદ્રાંતિ કુત્સિતવં गच्छति चैतन्यं यासु ता निद्राः ।