________________
૫૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ક્ષેત્ર : અઢી દ્વીપ એટલે અધોલોકમાં અધોગ્રામ સુધી, ઉર્ધ્વમાં જ્યોતિષચક્રના તલ સુધી અને તીર્જી-અર્ધા પુષ્પરાવર્ત સુધીના દ્વીપ સમુદ્રોમાં રહેલાં સંજ્ઞી પંચે.ના મનરૂપે પરિણામ પામેલા ભાવોને ઋજુમતિ જાણે અને વિપુલમતિ તે જ ક્ષેત્રથી અઢી અંગુલ અધિક જાણે અને વિશુદ્ધપણે જાણે. (જુઓ લોકપ્રકાશ સર્ગ-૩ શ્લોક ૯૩૦)
કોઈ જગ્યાએ ઋજુમતિ અઢી અંગુલ ન્યુન અઢી કીપ જુએ. વિપુલમતિ સંપૂર્ણ અઢીદ્વીપ જાણે. (પ્રવચન સારોદ્ધાર તથા ઔપપાતિકવૃત્તિ)
કાળ : પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં થનારા મન વડે ચિંતવેલા મનોગત ભાવોને ઋજુમતિ જાણે અને વિપુલમતિ તે ભાવોને વિશુદ્ધપણે જાણે.
ભાવ : મનરૂપે પરિણામ પામેલ મનોદ્રવ્યના અનંતા ભાવોને ઋજુમતિ અસ્પષ્ટપણે જાણે અને વિપુલમતિ તે મનના ભાવોને વિશુદ્ધપણે જાણે.
મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાન છદ્મસ્થ જીવોને હોય. તેમાં મન:પર્યવજ્ઞાન ૬ ગુણ. થી ૧૨ ગુણ. સુધી હોય અને મતિ આદિ ત્રણ જ્ઞાન ૧લા થી ૧૨ ગુણ. સુધી હોય.
તેમાં પણ મતિ આદિ ત્રણ અજ્ઞાન ૧ થી ૩ ગુણ સુધી અને ત્રણ જ્ઞાન ચોથા ગુણ. થી ૧૨ ગુણ. સુધી હોય.
પ્રશ્ન : અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન અને પ્રત્યક્ષ છે. તો બન્નેમાં શું તફાવત ?
જવાબ : તત્ત્વાર્થ સૂત્રમાં ચાર બાબતમાં તફાવત કહેલ છે. તે આ પ્રમાણે -
(૧) વિશુદ્ધિ : અવધિજ્ઞાની સર્વરૂપી દ્રવ્યોને જાણવા છતાં