________________
આ તો માત્ર ઝલકરૂપ ત્રણેક બાબતોનો નિર્દેશ છે. આવી આવી તો કૈક બાબતો છે કે જેમાં દુન્યવી કોર્ટ કરતાં આ કર્મની કોર્ટે વધુ સક્ષમ અને સમર્થ પુરવાર થાય. અને... એટલે જ દુન્યવી કોર્ટના કાયદા-કાનૂન કરતા ય આ કર્મની કોર્ટના સિદ્ધાંતો-નિયમો પર વિશેષ લક્ષ્ય આપવું આવશ્યક છે.
જૈનદર્શનમાં એ કર્મસિદ્ધાંતને સમજાવતું અઢળક નિરૂપણ છે જેને આપણે ‘કર્મસાહિત્ય’ શબ્દથી ઓળખી શકીએ. કર્મગ્રન્થો-કર્મપ્રકૃતિ-પંચસંગ્રહ વગેરે ગ્રન્થો આ કર્મ-સાહિત્યના વિભાગમાં ગણાય. તે પૈકી કર્મગ્રન્થો પ્રત્યેક કર્મસાહિત્યના જિજ્ઞાસુઓ માટે પ્રથમ સોપાનની ભૂમિકા અદા કરે તેમ છે. બીજા શબ્દોમાં કહીએ અગાધ સમુદ્રતુલ્ય કર્મસાહિત્યમાં પ્રવેશવા કર્મગ્રન્થો નાવતુલ્ય છે. આ કર્મગ્રન્થો પણ બે રીતની છે : પ્રાચીન અને નવ્ય. વર્તમાનમાં જૈન સંઘમાં તે પૈકીના નવ્ય કર્મગ્રન્થોનું અધ્યયન-અધ્યાપન પ્રચૂર પ્રમાણમાં પ્રવર્તે છે કે જેમાના એકથી પાંચ કર્મગ્રન્થો પૂજ્ય પ્રવર આચાર્યદેવ શ્રીમાન દેવેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ દ્વારા વિરચિત છે. આ કર્મગ્રન્થો કર્મોના મુખ્ય ભેદો, પેટા પ્રકૃતિઓ, તે તે કર્મોની જીવ પર થતી સારી યા નરસી અસરો, તે તે કર્મના બંધહેતુઓ, તે તે ગુણસ્થાનકે કર્મોની બંધ-ઉદય-ઉદીરણાસત્તા, જીવસ્થાનકોમાં વિવિધ માર્ગણાઓની પ્રરૂપણા, કર્મોની ધ્રુવબંધીઅધુવબંધી આદિ પ્રકૃતિઓ, સ્થિતિબંધ ચસબંધ આદિ અનેકવિધ વિષયોની એવી પદ્ધતિસરની પ્રરૂપણા કરે છે કે જે જિજ્ઞાસુઓને સુસ્પષ્ટપણે બોધ કરાવી શકે. )
એ કર્મગ્રન્થો પ્રાકૃત ભાષામાં ને ગાથાબદ્ધ શૈલીમાં હોવાથી તેમજ તેની સ્વોપજ્ઞ ટીકાઓ સંસ્કૃતમાં હોવાથી, મહેસાણા પાઠશાળાદિ દ્વારા ગાથાર્થશબ્દાર્થ ને જરૂરી સમજણ સાથેના કર્મગ્રન્થોના પાઠ્યપુસ્તકો ગુર્જરભાષામાં પ્રકાશિત થયા છે જેનો પ્રચુર લાભ અભ્યાસુ વર્ગ દ્વારા નિયમિત લેવાય છે. પ્રથમ ‘કર્મવિપાક' કર્મગ્રન્થનું આ પ્રસ્તુત પુસ્તક પણ આ જ શૈલીનું પાઠ્યપુસ્તક છે. પરંતુ એમાં ઠેર ઠેર તે તે વિષયોનો બોધ વધુ સંગીન થાય તેવી સરસ-સરલ વિવેચના છે જે આ પુસ્તકને અભ્યાસુવર્ગમાં આદરણીય બનાવશે તે નિઃશંક છે. આ
પંડિતજી શ્રી રસિકભાઈએ અભ્યાસુ વર્ગને અધ્યયન કરાવતી વેળાએ જે રજૂઆતો કરી છે લગભગ એનું શબ્દસ્વરૂપ આ વિવેચના છે અને એને શબ્દસ્વરૂપ આપનાર છે અમારા સમુદાયના સા. શ્રી સ્નેહલતાશ્રીજી