________________
૪૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
अणुगामि-वड्डमाणाय-पडिवाईयरविहा छहा ओही । रिउमइ-विउलमई, मणनाणं केवलमिगविहाणं ॥ ८ ॥
શબ્દાર્થ ઃ મોદી = અવધિજ્ઞાન, = છ પ્રકારે, શ્યરવિદ્યા = વિપરીત ભેદે, રૂાવિહાઈ = એક પ્રકારે
ગાથાર્થ : અનુગામી, વર્ધમાન અને પ્રતિપાતિ અને તેઓથી વિરુદ્ધ-વિપરીત ભેદો (અનનુગામી, હીયમાન, અપ્રતિપાતિ) સહિત અવધિજ્ઞાન છ પ્રકારે છે. જુમતિ અને વિપુલમતિ એમ મન:પર્યવજ્ઞાન બે પ્રકારે છે અને કેવલજ્ઞાન એક પ્રકારે છે. દા.
વિવેચન : હવે પ્રત્યક્ષ જ્ઞાનનું વર્ણન આ પ્રમાણે છે. પ્રત્યક્ષ જ્ઞાન, મન અને ઈન્દ્રિયોના આલંબન વિના આત્મસાક્ષાત્ જ્ઞાન તે.
તેના ત્રણ ભેદ છે. (૧) અવધિજ્ઞાન (૨) મન:પર્યવજ્ઞાન (૩) કેવલજ્ઞાન. તેમાં પ્રથમ અવધિજ્ઞાનનું વર્ણન.
અવધિજ્ઞાન : (૧) સવ-નીચે, નીચે, ઉધ-બોધ, નીચે નીચે રૂપી પદાર્થોનો વિસ્તૃત બોધ અથવા
(૨) વય-મર્યાદા, જ્ઞાન-જાણવું એટલે મર્યાદામાં રહેલાં રૂપી પદાર્થનો આત્મસાક્ષાત્ વિશેષ બોધ.
અવધિજ્ઞાન-દેવોની અપેક્ષાએ નીચે નીચે વિસ્તૃત બોધ એટલે
પહેલા-બીજા દેવલોકના દેવો અવધિજ્ઞાનથી પહેલી નારકી સુધી જુએ, ત્રીજા અને ચોથા દેવલોકના દેવો નીચે બીજી નરક સુધી જુએ.
પ-૬ દેવલોક- ૩જી નરક સુધી. નવરૈવેયક-૬ઠ્ઠી નરક સુધી. ૭-૮ દેવલોક- ૪ નરક સુધી. અનુત્તર - ૭મી સુધી ૯ થી ૧૨/૫ નરક સુધી. પરંતુ વૈમાનિક દેવો ઉર્ધ્વમાં પોતાની વિમાનની ધ્વજા સુધી ઉંચે