________________
શ્રુતજ્ઞાનનું વર્ણન
૩૫ જો કે – સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર તે પુદ્ગલ સ્વરૂપ છે અને જ્ઞાન તે આત્માનો ગુણ છે. પરંતુ તે સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર લબ્ધિઅક્ષર જ્ઞાનનું કારણ બનતા હોવાથી તે પણ જ્ઞાન કહેવાય. અથવા અક્ષરોવર્ષો બોલવા અને લખવા તે દ્રવ્યશ્રુત અને તે વર્સોનો ભાવ જાણવોસમજવો તે ભાવથુત છે.
(૨) અનક્ષર શ્રત : શબ્દોચ્ચાર વિના હાથ-મુખ-આંખ-મસ્તક આદિના ઈશારાથી જે પોતાનો ભાવ જણાવવો. અથવા બીજાનો ભાવ જાણવો તે અનક્ષર શ્રત. છીંક... વિ. દ્વારા ચેષ્ટાઓ/ક્રિયાઓ કરવી એ દ્રવ્ય અનક્ષરગ્રુત તથા તેના વડે અન્ય વ્યક્તિને બોધ થાય તે ભાવ અનક્ષરગ્રુત કહેવાય.
છીંક, ઓડકાર, ખોંખારા, ઊધરસ, ચપટીનો અવાજ, ઘંટડીનો અવાજ વિગેરે સ્પષ્ટ શબ્દરૂપ નથી તેથી તે પણ અનર શ્રુત કહેવાય. જો કે તે અવાજરૂપ હોવાથી અને શ્રોતેન્દ્રિયથી ગ્રાહ્ય હોવાથી કેટલાક આચાર્યો તેને પણ અક્ષર શ્રુત કહે છે.
માત્ર શિરકંપન, હાથ-મુખ-આંખની ચેષ્ટા દ્વારા જે ભાવ કહેવોજાણવો તે અનક્ષરદ્યુત એમ કહે છે.
(૩) સંજ્ઞીશ્રુત : “સંજ્ઞી જીવોનું જ્ઞાન તે સંજ્ઞીશ્રુત”. અહીં સંજ્ઞા ત્રણ પ્રકારે છે. (૧) હેતુવાદોપદેશિકી (૨) દીર્ઘકાલિકી (૩) દ્રષ્ટિવાદોપદેશિકી. તેમાં દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવોને સંશી કહ્યા છે. તેઓનું જ્ઞાન તે સંજ્ઞીશ્રુત.
ત્રણ સંજ્ઞાનો અર્થ :
હેતુવાદોપદેશિકી સંજ્ઞા : વર્તમાન હેતુ દ્વારા તે સમયનું ઈષ્ટઅનિષ્ટનું વર્તમાનકાળનું જ્ઞાન. આમાં પૂર્વાપરના ઈષ્ટ-અનિષ્ટનો વિચાર હોય નહીં.
દીર્ઘકાલિકી સંજ્ઞા : વર્તમાન નિમિત્તાદિથી પૂર્વાપરના લાભાલાભના