________________
૨ ૧
મતિજ્ઞાનનું વર્ણન
પરોક્ષ જ્ઞાનનું વર્ણન : મતિજ્ઞાન - મન્ ધાતુમાંથી મતિ શબ્દ બન્યો છે. (૧) મનનમ્ જાણવું તે મતિજ્ઞાન. (૨) પાંચ ઈન્દ્રિય અને મન વડે જાણવું તે મતિજ્ઞાન.
(૩) મર્યાદામાં રહેલા વિષયને પાંચ ઈન્દ્રિય અને મન વડે વિશેષ કરીને (વિશેષ ધર્મસહિત) જાણવા તે મતિજ્ઞાન
મતિજ્ઞાનનું બીજું નામ આભિનિબોધિક જ્ઞાન છે.
મતિજ્ઞાનના ૨, ૪, ૫, ૬, ૧૨, ૨૮, ૩૩૫, ૩૪૦ એમ અનેક રીતે ભેદો બતાવ્યા છે.
બે ભેદ - (૧) શ્રુતનિશ્રિત (૨) અશ્રુતનિશ્રિત.
(૧) કૃતનિશ્રિત - શ્રુતના અભ્યાસથી થાય છે. એટલે પહેલા શ્રુતજ્ઞાનથી જાણ્યું હોય તે પદાર્થને ઈન્દ્રિય દ્વારા જાણે છે. એટલે હમણાં જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે શ્રુતનો અભ્યાસ નથી. પરંતુ પ્રથમ શ્રુતજ્ઞાન દ્વારા બુદ્ધિ સંસ્કારવાળી થઈ હોય અને વર્તમાનકાળે મૃતના અભ્યાસ વિના ઈન્દ્રિયાદિ વડે ગ્રહણ કરાતા પદાર્થોનું જ્ઞાન તે ધૃતનિશ્ચિત મતિજ્ઞાન.
(૨) અશ્રુતનિશ્રિત - પૂર્વે જે પદાર્થોનો શ્રુતજ્ઞાન દ્વારા અભ્યાસ ન કર્યો હોય-તે પદાર્થને ન જાણ્યો હોય-ન જોયો હોય પરંતુ સ્વાભાવિક ક્ષયોપશમની વિશેષતાથી જ્ઞાનશક્તિ-પદાર્થની બોધશક્તિ પ્રગટ થાય.
શ્રુતના અભ્યાસ વિના સહજ રીતે પદાર્થનો બોધ થાય તે.
આ અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદ છે. તે ચાર બુદ્ધિરૂપે કહેવાય છે તે આ પ્રમાણે છે.
(૧) ત્યાતિકી બુદ્ધિ - ૧. પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાની