________________
જ્ઞાનનું વર્ણન
દરેક આત્માના આત્મપ્રદેશો ૧૪ રાજલોક પ્રમાણના છે. એક એક એક પ્રદેશે અનંત જ્ઞાન છે અને તેની ૫૨ કેવલજ્ઞાનાવરણીય રૂપ અનંતા આવરણો રહેલા છે, તો પણ થોડા ખુલ્લા રહેલા જ્ઞાનના અંશોને મતિજ્ઞાનાદિ નામ કહેવાય છે.
જેમ, સૂર્યનો પ્રકાશ એક જ છે, પણ ઘરમાં પડતા પ્રકાશને જુદા જુદા આવરણ આવવાથી જુદા જુદા નામે - બારીનો, બારણાનો, છતનો પ્રકાશ વિગે૨ે ઓળખાય છે. તેમ, ખરેખર જ્ઞાન એક જ છે પરંતુ મતિજ્ઞાનાદિ ભેદો, જ્ઞાનની ઉપર રહેલા જુદા જુદા આવરણોની તરતમતાથી કહેવામાં આવ્યા છે. તે જ્ઞાનનું વર્ણન આ પ્રમાણે છે
૧૯
મફ-પુત્ર-ોહી-મળ-વનાળિ, નાળા િતત્ત્વ મફનાળું । વંગળવાદ-પડહા, મળ-નયા-વિનિંદ્રિયવડા ।। ૪ ।। શબ્દાર્થ : નાળાનિ = પાંચ જ્ઞાન છે, તત્વ = વ્યંજનાવગ્રહ, વિળા વિના.
ત્યાં, બંનાવાદ
=
=
ગાથાર્થ : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ પાંચ જ્ઞાન છે. તેમાં પ્રથમ મતિજ્ઞાનનો મન અને ચક્ષુ વિના બાકીની ઈન્દ્રિયોના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. ૪
વિવેચન : ગ્રંથકારશ્રી ક્રમવાર આઠ કર્મ અને ઉત્તર પ્રકૃતિઓ સમજાવે છે તેમાં પ્રથમ જ્ઞાનાવરણીય કર્મનું વર્ણન આ પ્રમાણે - જ્ઞાનને આવરનારું જે કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ છે. તે જ્ઞાન પાંચ પ્રકારે છે. તેથી જ્ઞાનાવરણીયના પણ પાંચ ભેદ કહ્યા છે.
જ્ઞાનના પાંચ પ્રકાર તેમાં સર્વપ્રથમ ‘મતિજ્ઞાન' છે.
(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન.