________________
કર્મના હેતુ કે ન સમજાય તો પણ કારણ શોધવું પડે. કારણ કે માણસનું મન જે કાંઈ બને છે તેની પાછળ વિચાર કરતું હોય છે કે “આ કેમ બન્યું? શા માટે બન્યું ?” એની મુંઝવણમાં મન મુંઝાતું હોય છે. કારણ કે જીવને ન સમજાય ત્યાં સુધી મનની સ્થિતિ ચંચળ-ડામાડોળ રહેતી હોય છે. તેથી તેનું સમાધાન શોધવું જરૂરી છે. પણ જ્યારે તેનું રહસ્ય સમજાય છે ત્યારે માનવીનું મન શાંત થાય છે. તે માટે જ્ઞાની પુરૂષો આ સૂક્ષ્મ અને અદશ્ય ક્રિયાની પાછળ રહેલાં કારણોને “કર્મ” કહે છે.
અને આ કર્મ આત્માની સાથે લાગવામાં એટલે આ કર્મબંધ થવામાં બાહ્ય અને અત્યંતર બે પ્રકારનાં કારણ છે. તેમાં મુખ્ય કારણ અત્યંતર હેતુઓ છે તેનું વર્ણન આ પ્રમાણે છે. -
કર્મબંધના બાહ્ય અને અત્યંતર હેતુઓનો વિચાર : (૧) મિથ્યાત્વ : જે વસ્તુનું સ્વરૂપ જે રીતે હોય તે રીતે ન માનવું
ન સ્વીકારવું. એટલે કે જ્ઞાનીના જ્ઞાનમાં જે વસ્તુ જે રીતે જણાઈ હોય તે રીતે ન માનવી તે મિથ્યાત્વ. ટૂંકમાં યથા-તધ્યપણું
(યથાર્થપણું) ન સ્વીકારવું તે મિથ્યાત્વ. (૨) અવિરત : અશુભ પ્રવૃત્તિઓ તથા અશુદ્ધ ભાવોથી ન અટકવું
તે અવિરતિ. (૩) કષાય ? કષ-સંસાર, આય-વૃદ્ધિ કરે છે. સંસારની શુભાશુભ
પ્રવૃત્તિઓને વધારનારી વૃત્તિઓને કષાય કહેવાય છે. એટલે
સંસારને વધારનાર તેને કષાય કહેલ છે. (૪) યોગ મન-વચન-કાયાની શુભાશુભ ક્રિયાઓ તે યોગ કહેવાય છે. (૫) પ્રમાદ : અલનવાળી પ્રવૃત્તિ એટલે કે ભુલ ભરેલી પ્રવૃત્તિઓને
પ્રમાદ કહેવામાં આવે છે. ઉદ્યમરહિત અવસ્થાને પણ પ્રમાદ કહે છે.