________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૩) સંબંધ :- તીર્થંકરભગવંતો ગણધરભગવંતોને ત્રિપદી આપે છે. તે ત્રિપદી વડે ગણધરભગવંતોને એવો ક્ષયોપશમ થાય છે જેના દ્વારા તેઓ દ્વાદશાંગી (બાર અંગ) ની રચના કરે છે.
૪
એ સમ્યજ્ઞાનને પૂર્વધર મહાપુરૂષો આદિ પરંપરાએ સૂત્ર પોરિસિ અને અર્થ પોરિસિ દ્વારા વાચના આપી શિષ્ય પરંપરામાં મુખપાઠ દ્વારા પ્રસરાવે છે.
ત્યારપછી અવસર્પિણીના કાળપ્રભાવે સ્મરણ શક્તિ ઓછી થતાં તે જ્ઞાન પુસ્તકારૂઢ થયું.
પુસ્તકારૂઢ થયેલા તે આગમગ્રંથોના આધારે પૂર્વાચાર્યોએ આ યુગના અલ્પાયુષ્ય અને અલ્પ બુદ્ધિવાળા જીવો સમજી શકે, વિચારી શકે તેવા અનેક ગ્રંથો, પ્રકરણો, ભાષ્યો વિગેરે બનાવ્યા છે.
તેમાં તેરમાં સૈકામાં થયેલ ‘તપસ્વી હીરલા'' આ. જગચંદ્રસૂરિજીના શિષ્ય આ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા.એ બીજા પૂર્વમાંથી ઉદ્ધરીને આ કર્મવિષયક ગ્રંથો (કર્મગ્રંથો) બનાવ્યા છે તેથી આ ગ્રંથનો સંબંધ બીજા પૂર્વની સાથે છે.
(૪) પ્રયોજન :- ‘સમાસઓ' પદથી પ્રયોજન જણાવે છે. કર્મનું વર્ણન આગમગ્રંથોમાં હોવા છતાં આ ગ્રંથ બનાવ્યો છે તેનું કારણ- આ યુગના અલ્પબુદ્ધિ અને અલ્પાયુષ્યવાળા જીવો આગમગ્રંથોને ભણી ન શકે, જાણી ન શકે તે માટે સંક્ષેપથી આ ગ્રંથ બનાવવામાં આવ્યો છે. (બ) પ્રયોજન અહીં બે પ્રકારે કહેવાયું છે.
(૧) સ્વ-પ્રયોજન અને (૨) પર-પ્રયોજન.
જેમાં બન્નેના અનંતર અને પરંપર એવા બે ભેદો છે.
(૧) સ્વ-પ્રયોજન :- ગ્રંથકારનું અનંતર પ્રયોજન- સ્વાધ્યાય
અને બાલજીવોનો ઉપકાર