________________
આયુષ્યકર્મના આશ્રવ
૧૭૭ આ રીતે અશુભ આચરણ વડે ચારિત્રમોહનીયકર્મ બંધાય છે. નરકાયુષ્યના આશ્રવ :
(૧) મહાનું આરંભ-સમારંભમાં અને ઉદ્યોગોમાં મન આસક્ત રહેતું હોય.
(૨) પરિગ્રહમાં મૂછઆસક્ત ચિત્તવાળો એટલે પરિગ્રહ મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં સતત મનવાળો.
(૩) રૌદ્ર-ભયંકર હિંસાદિના પરિણામવાળો. (૪) તીવ્રમિથ્યાત્વ અને તીવ્રઅનંતાનુબંધી કષાયના પરિણામ વાળો. (૫) હિંસાદિ પાંચે પાપસ્થાનકમાં રક્ત, આવા પરિણામવાળો હોય અને જો આયુષ્ય બંધાય તો નરકાયુષ્ય બંધાય.
જેમ જેમ ઉપરના પરિણામોની તીવ્રતા તેમ તેમ નીચે નીચેની નરકનું આયુષ્ય બંધાય. જેમ સુભમ ચક્રવર્તી, બ્રહ્મદત ચક્રવર્તી આદિ. तिरिआउ गूढ-हिअओ, सढो ससल्लो तहा मणुस्साऊ । पयईइ तणुकसाओ, दाण-रुई मज्झिमगुणो अ ॥ ५८ ॥
શબ્દાર્થ ઃ ગુદિ = ગૂઢ હૃદયવાળો, સદ્ઘો = શિલ્યસહિત, તપુ સામો = ઓછા કષાયવાળો, સો = લુચ્ચો, તારું = દાન દેવાની રુચિવાળો.
ગાથાર્થ ઃ ગૂઢ હૃદયવાળો, કપટી, શલ્યવાળો તિર્યંચનું આયુષ્ય બાંધે છે. સ્વભાવથી જ અલ્પ કષાયી, દાનાદિની રૂચિવાળો, મધ્યમ ગુણવાળો હોય તે મનુષ્યનું આયુષ્ય બાંધે છે. ૫૮ ||
વિવેચન : હવે તિર્યંચાયુષ્યના આશ્રવો,
(૧) કપટી હૃદયવાળો-બોલવા ઉપરથી જેનો હૃદયનો ભાવ ન સમજાય તે માયાવી-કપટી.