________________
૧૪૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ तीर्थं करोति इति तीर्थंकरः----- જે તીર્થને કરે - તીર્થની સ્થાપના કરે તે. ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરે તે તીર્થંકર. તીર્થની સ્થાપના કરવાના કારણરૂપ કર્મ તે તીર્થંકર નામકર્મ.
તીર્થંકર નામકર્મનો (રસોદય) ઉદય તીર્થંકર પરમાત્માને કેવલજ્ઞાન થાય ત્યારથી થાય છે. એટલે સયોગી કેવલી અને અયોગી કેવલી ગુણ. માં હોય છે.
તીર્થંકર નામકર્મનો બંધ ત્રણ ભવ પૂર્વે મનુષ્યના ભવમાં બાંધવાની શરૂઆત થાય છે, ત્યારબાદ ત્રણે ભવમાં તેનો બંધ ચાલુ રહે છે. યાવત્ ચરમભવમાં ક્ષપકશ્રેણીમાં આઠમા ગુણ. ના છઠ્ઠા ભાગ સુધી બંધ રહે છે પછી બંધ વિચ્છેદ થાય.
જોકે પહેલાં નરકનું આયુષ્ય બાંધ્યું હોય, પછી લાયો. સમ્યકત્વ પામી જિનનામ બાંધે તેને નરકમાં જતી વખતે છેલ્લા અંતર્મુહૂર્તમાં અને નરકમાં પહેલા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વ હોવાથી જિનનામ ન બંધાય.
તે તીર્થંકર નામકર્મ અરિહંતપદ આદિ વીશપદની (વશ સ્થાનક) ની આરાધનાથી તેમજ
તત્ત્વાર્થસૂત્રમાં કહ્યા પ્રમાણે (૧) સમ્યકત્વની નિર્મળતા (૨) વિનયપણું આદિથી પણ બંધાય છે.
સ્નાત્ર પૂજામાં પણ કહ્યું છે કે –
જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસન રસી” આવી ઉત્કૃષ્ટ ભાવનાથી જિનનામ કર્મ બંધાય છે.
તે તીર્થંકરનામકર્મનો ત્રીજા (છેલ્લા) ભવમાં ઘાતકર્મ ક્ષય થતાં કેવલજ્ઞાનની સાથે ઉદય થાય છે.