________________
૧૪૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ગાથાર્થ : ઉદ્યોત નામકર્મના ઉદયથી જીવનું શરીર શીત પ્રકાશરૂપ હોય છે. મુનિ અને દેવ વડે કરાયેલા ઉત્તરક્રિયશરીર, જ્યોતિષના વિમાનો અને આગિયા વગેરેને શરીર શીત પ્રકાશ સ્વરૂપે હોય છે. તે ઉદ્યોતનામ કર્મ છે. તે ૪૬ / વિવેચન : ઉદ્યોત નામકર્મ
જીવોનું શરીર શીત હોય અને શીત પ્રકાશરૂપે ઉદ્યોત કરે પ્રકાશ આપે તે ઉદ્યોત નામકર્મ છે. તે ઉદ્યોત નામકર્મ ચિંદ્ર-નક્ષત્ર-ગ્રહ-તારાના
જ્યોતિષ વિમાનોમાં રહેલા પૃથ્વીકાય જીવોને તથા સંયમી મુનિ અને દેવોએ બનાવેલ ઉત્તર વૈક્રિય શરીરમાં અને આગિયા વિગેરે વિલેન્દ્રિયના જીવોને પણ ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે.
કર્મગ્રંથકારો એમ કહે છે કે- ઉદ્યોત નામકર્મનો ઉદય તેઉકાયવાયુકાય અને સૂક્ષ્મ એકે. સિવાય શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા સર્વ 'તિર્યંચોને મૂળ શરીરમાં તેમજ દેવ-તિર્યંચ અને સંયમી મનુષ્યને ઉત્તર વૈક્રિય શરીરમાં અને ચૌદ પૂર્વધર મુનિ મહાત્માએ બનાવેલ આહારક શરીરમાં હોઈ શકે છે.
અગુરુલઘુ અને તીર્થકર નામકર્મ अंगं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहु उदया । तित्थेण तिहुअणस्स वि, पुजो से उदओ केवलिणो । ४७ ।।
શબ્દાર્થ : નાયડુ = થાય છે, તે = તેનો, તિળો = કેવળજ્ઞાનીને, પુષ્પો = પૂજ્ય.
ગાથાર્થઃ અગુરુલઘુ નામકર્મના ઉદયથી જીવોને પોતાનું શરીર પોતાને ભારે પણ ન હોય અને હલકું પણ ન હોય (ન જણાય). (૧) બા.૫. પૃથ્વીકાય-અપકાય-વનસ્પતિકાય છે. વિકલેન્દ્રિય, પ.પં. તિર્યંચ - તે
અહીં તિર્યંચ જાણવા.