________________
૧૪૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ જવાબ : જો કે લબ્ધિની પ્રાપ્તિ ક્ષાયોપશમ ભાવથી થાય છે, પરંતુ કેટલીક લબ્ધિનો ઉપયોગ કરે ત્યારે ઔદયિક ભાવની પણ અપેક્ષા હોય છે.
જેમ વૈક્રિય લબ્ધિના ઉપયોગમાં વૈક્રિયશરીરનામકર્મનો ઉદય. આહારક લબ્ધિના ઉપયોગમાં આહારકશરીરનામકર્મનો ઉદય. તૈજસ લબ્ધિના ઉપયોગમાં તૈજસશરીરનામકર્મનો ઉદય.
તેમ અહીં પણ શ્વાસોશ્વાસ લબ્ધિવાળાને પર્યાપ્ત નામકર્મ અને શ્વાસોશ્વાસ નામકર્મનો ઉદય થાય એટલે તે લબ્ધિનો ઉપયોગ કરે અર્થાત્ શ્વાસોશ્વાસ લેવા-મૂકવાની ક્રિયા સુખપૂર્વક કરે.
જો અપર્યાપ્ત નામનો ઉદય હોય તો કંઈક ક્ષયોપશમ લબ્ધિ હોવા છતાં શ્વાસોશ્વાસ પર્યાપ્તિ ન કરવાથી શ્વાસોશ્વાસની ક્રિયા હોય
નહીં.
જેમ લંગડા માણસને કે પશુને ચાલવાની શક્તિરૂપ લબ્ધિ હોવા છતાં દ્રવ્ય સાધનરૂપ પગ ન હોય તો ચાલી શકે નહિ.
શ્વાસોશ્વાસ નામકર્મનો ઉદય લબ્ધિપર્યાપ્તાને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી આવે છે.
શ્વાસોશ્વાસનામકર્મ લબ્ધિ પર્યાપ્તા એક. થી સંજ્ઞી પંચે. સુધીના દરેક જીવોને હોય છે.
આતપ નામકર્મ रवि-बिंबे उ जीअंगं, ताव-जुअं आयवाउ, न उ जलणे । जमुसिण-फासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति ॥ ४५ ॥
શબ્દાર્થ ઃ માયવાડ = આતપ નામકર્મના ઉદયથી, તાવનુi = તાપયુક્ત, સિગાસં = ઉષ્ણ સ્પર્શનો, નમ્ = કેમકે-જે કારણથી.