________________
વિગ્રહગતિનું વર્ણન
૧૪૧
(૧) દેવાનુપૂર્વી -નામકર્મ-મનુષ્ય અને તિર્યંચના ભવમાંથી ઉત્પત્તિ સ્થાન તરફ સીધા જતા જીવને દેવભવના ઉત્પત્તિસ્થાન તરફ લઈ જાય. અહીં ઉત્કૃષ્ટથી બે વક્રા અને ત્રણ સમય થાય.
(૨) મનુષ્યાનુપૂર્વી નામકર્મ : ચારે ગતિના મરણસ્થાનથી ઉત્પત્તિસ્થાન તરફ સીધા જતા જીવને ઉત્પત્તિસ્થાન સમશ્રેણીમાં આવે ત્યારે તે તરફ લઈ જાય. વળાંક કરાવે-વાળે તે.
(૩) તિર્યંચાનુપૂર્વી નામકર્મ : ચારે ગતિમાંથી તિર્યંચના ભવમાં સમશ્રેણીમાં ન હોય તેવા ઉત્પત્તિસ્થાન તરફ સીધા જતા જીવને ઉત્પત્તિસ્થાન સમશ્રેણીમાં આવે તે તરફ વળાંક કરાવે તે.
ભવાન્તરમાં જતાં જઘન્યથી ૠજુગતિ એક સમયની અને વક્રગતિ ઉત્કૃષ્ટથી ચાર વક્રા અને પાંચ સમયવાળી વિંચત્ થાય.
(૪) નરકાનુપૂર્વી નામકર્મ : મનુષ્ય અને પં.તિર્યંચના ભવમાંથી નરકમાં ઉત્પત્તિસ્થાન તરફ સીધા જતા જીવને ઉત્પત્તિસ્થાન સમશ્રેણીમાં આવે ત્યારે ઉત્પત્તિસ્થાન તરફ વાળે તે.
અહીં ઋજુગતિથી જતાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે વક્રા અને ત્રણ સમયવાળી વક્રગતિ થાય.
આ પ્રમાણે આનુપૂર્વી નામકર્મ ચાર પ્રકારે છે.
ગતિ અને આનુપૂર્વી મળીને દ્વિક થાય છે તે આ પ્રમાણેદેવદ્વિક : દેવગતિ અને દેવાનુપૂર્વી. મનુષ્યદ્ધિક : મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી તિર્યંચદ્ધિક : તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી નદ્ધિક : નરકગતિ અને નરકાનુપૂર્વી દ્વિકમાં આયુષ્ય સહિત કરવાથી ત્રિક થાય છે. દેવત્રિક : દેવગતિ, દેવાનુપૂર્વી અને દેવાયુષ્ય.