________________
૧૩૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ જોકે દરેક જીવને પાંચ વર્ણ નામકર્મનો ઉદય હોય છે, પરંતુ કોઈ જીવને શ્વેતવર્ણ નામકર્મ ઉત્કટ હોય અને બીજા મંદ હોય તેથી શરીર શ્વેત જણાય, વળી કોઈ જીવને અશુભનો ઉદય હોય તો શરીરનો વર્ણ કાળો પ્રાપ્ત થાય. પરંતુ શેષ અવયવોમાંના વાળ કુષ્ણવર્ણવાળા, જીભ રક્ત વર્ણવાળી, નસો લીલા વર્ણવાળી હોય છે. આ રીતે બીજા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શમાં પણ જાણવું.
ગંધ-રસ-સ્પર્શ નામકર્મનું વર્ણન સુરહિતુરી રક્ષા પછા, તિર--સાય-સંવિના-મદુરા | સા-ગુરુ-દુ-મિડ-ઘર-સી-પદ-સિદ્ધિ -વસ્થા ૪૨ .
શબ્દાર્ત : ૩ = કોમળ, વર = કર્કશ, સિદ્ધિ = સ્નિગ્ધ, હd = રુક્ષ, તિર = કડવો, ટુ = તીખો.
ગાથાર્થ સુરભિ ગંધ અને દુરભિ ગંધ એમ ગંધ બે પ્રકારે છે. કડવો, તીખો, તૂરો, ખાટો, મીઠો રસ પાંચ પ્રકારે ભારે, હલકો, કોમળ, કર્કશ, ઠંડો, ઉન, ચીકણો, લૂખો એમ સ્પર્શ આઠ પ્રકારે છે. ૪૧
વિવેચન : ગંધ નામકર્મ : પ્રાયતે તિ બંધ: - જે સુંઘી શકાય તે ગંધ. જેના ઉદયથી જીવોના શરીરમાં અને અવયવોમાં સારી કે ખરાબ ગંધ ઉત્પન્ન થાય તેને ગંધ નામકર્મ કહેવાય છે. ગંધ બે પ્રકારે છે. (૧) સુરભિ ગંધ (૨) દુરભિ ગંધ.
(૧) સુરભિ ગંધ નામકર્મ :
જેના ઉદયથી કસ્તૂરી અથવા માલતી આદિ પુષ્પની જેમ જીવના શરીરની અથવા શ્વાસોશ્વાસ-લોહી માંસ આદિ અવયવોની સુંદર ગંધ થાય તેને સુરભિ ગંધ નામકર્મ કહે છે. જેમ તીર્થંકર પરમાત્માનો શ્વાસોશ્વાસ વિગેરે કમળ જેવો સુગંધી હોય છે.