________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
નાભિથી નીચેના એટલે આદિના-શરૂઆતના અવયવો લક્ષણ યુક્ત અને પ્રમાણોપેત હોય. વળી (૨) સાચી એટલે શાલ્મલી વૃક્ષની જેમ ઉપરથી બેડોળ અને નીચે થડ આદિ ગોળાકારે અને સુંદર દેખાવવાળું હોય છે. તેથી આ સંસ્થાનને શાલ્મલી જેવું હોવાથી સાચી સંસ્થાન પણ કહેવાય છે. આવા અવયવો જે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય તે સાદિ સંસ્થાન નામકર્મ છે.
૧૩૨
(૪) કુબ્જ સંસ્થાન નામકર્મ :
હાથ, પગ, મસ્તક, ગ્રીવા એ ચાર મુખ્ય અવયવો લક્ષણયુક્ત હોય અને શેષ અવયવો છાતિ-ઉદર-પીઠ આદિ અવયવો લક્ષણહીન હોય, આવા પ્રકારની શરીરની આકૃતિ પ્રાપ્ત થાય તે કુબ્જ સંસ્થાન નામકર્મ કહેવાય છે. કુબ્જ–કુબડુ એટલે કુબડાની જેમ પીઠ-છાતી બેડોળ હોય તે.
(૫) વામન સંસ્થાન નામકર્મ :
છાતી, ઉદર, પીઠ આદિ અવયવો લક્ષણયુક્ત અને પ્રમાણોપેત હોય અને હાથ-પગ-મસ્તક-ગ્રીવા અવયવો લક્ષણહીન અને પ્રમાણરહિત હોય. આ પ્રમાણેની શરીરની આકૃતિ પ્રાપ્ત થાય તે વામન સંસ્થાન નામકર્મ છે.
(૬) હુંડક સંસ્થાન નામકર્મ :
શરીરના સઘળા જે અવયવો લક્ષણહીન અને પ્રમાણહીન હોય. આવી શરીરની આકૃતિ જે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય તેને હુંડક સંસ્થાન નામકર્મ કહેવાય.
દેવોને સમચતુરસ્ર સંસ્થાન, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોને છમાંથી કોઈપણ સંસ્થાન હોય છે. બાકીના એકે. વિકલેન્દ્રિય-નારક સર્વ જીવોને હુંડક સંસ્થાન હોય છે.
પાંચ વર્ણનું સ્વરૂપ :
વર્ણ નામકર્મ : (૧) વર્યંત, અહં યિતે અનેન રૂતિ વળ: (૨)