________________
શરીરનામકર્મના અર્થ
શકાય તેવું શરીર મેળવાય તે. તે બે પ્રકારે છે. (૧) ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર અને (૨) લબ્ધિ (ગુણ) પ્રત્યયિક વૈક્રિય શરીર.
(૧) ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર :
૧૧૭
દેવ અને નારકીને ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે. આ શરીરને પ્રાપ્ત કરવામાં ભવ મુખ્ય કારણ હોવાથી ભવ પ્રત્યયિકવૈક્રિયશરીર કહેવાય છે. પંખીને જેમ ભવથી જ ઉડવાની શક્તિ મળે છે, માછલીને જેમ ભવથી જ તરવાની શક્તિ મળે છે તેમ દેવ-નારકોને ભવથી જ વૈક્રિય શરીર શક્તિ મળે છે. સાથે સાથે ઉત્તર વૈક્રિય શરીર બનાવવાની પણ શક્તિ હોય છે.
ઉત્તર વૈક્રિય શરીર : મૂળ શરીરથી ભિન્ન કૃત્રિમ વૈક્રિય શરીર બનાવવું તે ઉત્તર વૈક્રિય શરીર કહેવાય છે.
દેવ અને નારકો તેમજ વૈક્રિય લબ્ધિધારી મનુષ્યો. તિર્યંચ-પંચેન્દ્રિય અને વાયુકાયના જીવો પણ મૂળ શરીરથી ભિન્ન કૃત્રિમ વૈક્રિય શરીર બનાવે તે ઉત્તર વૈક્રિય શરીર.
(૨) લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર :
ધ્યાન, તપ, યોગ, ચારિત્ર, જ્ઞાન આદિ ગુણોથી વૈક્રિય શરીરની લબ્ધિ પ્રાપ્ત થાય અને વૈક્રિય શરીર બનાવે તે.
ઉત્તર વૈક્રિય શરીરનું પ્રમાણ
દેવોને એક લાખ યોજન
ઉ.કાળ જ.કાળ
૧૫ દિવસ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
નારક મૂળ શરીરથી ડબલ
મનુષ્યો એક લાખ યોજનથી કાંઈક અધિક ચા૨ મુહૂર્ત અંતર્મુહૂર્ત
તિર્યંચ નવસો યોજનનું
ચાર મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
વાયુકાય અંગુલનો અસંખ્યાતમો ભાગ