________________
૧૧૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
રીતિ-જાતિ-રમવાના સ્વભાવવાળા-ક્રીડા કરવાના સ્વભાવવાળાઆનંદ કરવાના સ્વભાવવાળા-ભવને યોગ્ય પર્યાય-અવસ્થા મેળવાય તે. (૩) સુડ્ડ રનને રૂતિ સુર:-દિવ્ય આભરણના સમૂહથી, પોતાના શરીરની કાન્તિથી જે શોભે તે સુર-દેવ-તેવો ભવ મેળવાય તે દેવગતિનામકર્મ.
(૨) જાતિનામકર્મ : એકેન્દ્રિયાદિ શબ્દ વડે બોલાવવાના કારણરૂપ કર્મ તે. એટલે સમાન બાહ્ય પરિણતિવાળા જીવોને એક શબ્દના વ્યવહારના કારણરૂપ કર્મ તે.
(૧) એકેન્દ્રિયજાતિનામકર્મ સ્પર્શરૂપ એક જ ઈન્દ્રિયની પ્રાપ્તિ રૂપ અલ્પ ચૈતન્યવાળા જીવોને એકેન્દ્રિય શબ્દના બોલાવવાના કારણરૂપ કર્મ તે એકેન્દ્રિયજાતિનામકર્મ કહે છે.
(૨) બેઈન્દ્રિયજાતિનામકર્મ ઃ (૧) સ્પર્શ અને રસન એમ બે ઈન્દ્રિયની પ્રાપ્તિરૂપ (એકેન્દ્રિય કરતાં વધારે) ચૈતન્યવાળા જીવને બેઈન્દ્રિયપણા શબ્દના કારણરૂપ કર્મ તે બેઈન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે. દા.ત. શંખ-કોડા....
(૨) સ્પર્શન અને રસન એમ બે ઈન્દ્રિય દ્વારા બોધરૂપ સમાન ચૈતન્યવાળા ભિન્ન-ભિન્ન આકૃતિવાળા જીવોને બેઈન્દ્રિય શબ્દથી બોલાવવાના કારણરૂપ કર્મ.
(૩) તેઈન્દ્રિયજાતિનામકર્મ ત્રણ ઈન્દ્રિયની પ્રાપ્તિરૂપ સમાન ચૈતન્યવાળી અવસ્થાવાળા ભિન્ન ભિન્ન આકૃતિવાળા જીવોને તેઈન્દ્રિય શબ્દથી વ્યવહાર કરવાના કારણરૂપ કર્મ તેઈન્દ્રિયજાતિનામકર્મ. દા.ત. કીડી, મંકોડા...
(૪) ચઉરિન્દ્રિયજાતિનામકર્મ : પંચેન્દ્રિયથી હીન અને તેઈન્દ્રિયથી અધિક ચૈતન્યવાળી ચાર ઈન્દ્રિયની પ્રાપ્તિથી પરસ્પર સમાન ચેતનાના વ્યાપારવાળા ભિન્ન ભિન્ન આકૃતિવાળાને ચઉરિન્દ્રિય શબ્દના બોલાવવાના કારણરૂપ કર્મ.