SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અનુશાસનત્રયી’નો આંતરસંબંધ આ ‘અનુશાસન’ ગ્રંથશ્રેણીની તરત નજરે ચડતી વિશેષતા છે એ ત્રણ ગ્રંથો -ત્રણ અનુશાસન-ગ્રંથો વચ્ચેનો પારસ્પરિક શાસ્ત્રીયસંબંધ. આમ, હેમચંદ્રાચાર્યનો ગૌરવગ્રંથ શબ્દાનુશાસન, એ, શબ્દશાસ્ત્ર કે વ્યાકરણશાસ્ત્ર પરનો આચાર્યશ્રીનો પ્રથમ મહત્ત્વનો શાસ્ત્રીય ગ્રંથ છે. જ્યારે કાવ્યાનુશાસન એ કાવ્ય તથા નાટક એ બે સાહિત્યશાસ્ત્રીય વિષયો પરનો બીજો, સર્વગ્રાહી અને પ્રમાણભૂત ગ્રંથ છે. આ બે ગ્રંથો વચ્ચે, સમાનકર્તૃત્વ ઉપરાંત, જે શાસ્ત્રીય, આંતરસંબંધ છે તે એ છે કે જ્યારે પ્રથમ ગ્રંથ - શબ્દાનુશાસન કે સિદ્ધહેમ એ ‘શુદ્ધ વાણી’ કે વ્યાકરણશુદ્ધ ભાષા વિશેનો સંપૂર્ણ, શાસ્ત્રીય ગ્રંથ છે. ત્યારે બીજો, ‘કાવ્યાનુશાસન’ એ ગ્રંથ, ‘શુદ્ધ વાણી’ના ‘કાવ્યસ્વરૂપ’ એટલે કે કાવ્યશાસ્ત્ર અથવા સાહિત્યશાસ્ત્રનો સર્વગ્રાહી ગ્રંથ છે. કાવ્યાનુશાસન(અ. ૧, શ્લો. ૨)માં આચાર્યશ્રી પોતે જ ‘શબ્દાનુશાસન’ અને ‘કાવ્યાનુશાસન’ના ગાઢ આંતર-સંબંધનો નિર્દેશ કરતાં જણાવે છે કે - शब्दानुशासनेऽस्माभिः साध्व्यो वाचो विवेचिताः। तासामिदानीं काव्यत्वं यथावदनुशिष्यते ॥ જા.અ. ૧.૨) એટલે કે, ‘શબ્દાનુશાસનમાં અમે ‘શુદ્ધ વાણીઓ’(વ્યાકરણશુદ્ધ ભાષા)નું વિવેચન કર્યુ છે. એટલે, હવે, એ શુદ્ધ ભાષાના કાવ્યસ્વરૂપની તાત્ત્વિક સ્વરૂપમાં વિવેચના કરીએ છીએ.’ કારણ કે વાવાં હિ સાધુત્વે નિશ્ચિતે સુર: ાવ્યોપવેશઃ ।' વાણીની શુદ્ધતા વિશે નિશ્ચય થઈ જતાં કાવ્યશાસ્ત્રનો ઉપદેશ સહેલો બને છે. વળી વાણીની શુદ્ધતાનો નિર્ણય સ્વતંત્ર ગ્રંથમાં એ જ ગ્રંથકર્તાએ કર્યો છે અને તેથી કાવ્યના ગ્રંથમાં, વામનાદિ બીજા ગ્રંથકારોની માફક, ગ્રંથકાર, વ્યાકરણવિષયક અપ્રસ્તુત ચર્ચા કરવા ઇચ્છતા નથી. અનુશાસનશ્રેણીના ત્રીજા ગ્રંથ ‘છંદોનુશાસન’માં પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ ગ્રંથકાર શ્રી હેમચંદ્રાચાર્ય જણાવે છે કે, वाचं ध्यात्वाऽऽर्हतीं सिद्धशब्दकाव्यानुशासनः । काव्योपयोगिनां वक्ष्ये छन्दसामनुशासनम् ॥ (છં. . ) वृत्ति - सिद्धं प्रतिष्ठां प्राप्तं शब्दानां नामाख्यातदिभेदानां प्रकृतिप्रत्ययादिविभागेन, . काव्यस्य च गुणालंकारदिविवेचनेन, पूर्वाचार्यशासनस्यानु पश्चात् शासनं संदर्भो यस्य स सिद्धशब्द- काव्यानुशासनः ।
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy