SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિનો ખ્યાલ રહેલા છે અને એ જાતિના ખ્યાલમાં જ સંકેત રહે છે અને મુખ્યાથનો બોધ કરાવે છે. આમ જાતિવાદી મીમાંસકોનું સમગ્ર દૃષ્ટિબિંદુ આ એક જ વાક્યમાં અસરકારક રીતે રજૂ થાય છે : સર્વેvi નાનાં નાતિવ પ્રવૃત્તિનિમિત્ત૬. સરળ શબ્દોમાં કહીએ તો જાતિ એ જ વાવ્યવહારનું સાધન છે અને સહમતી, રૂઢિ કે સંકેત પર નિર્ભર મુખ્ય કે વાચ્ય અર્થ જાતિ જ છે. આ ચર્ચા લક્ષમાં રાખીને આપણે ‘વિવેક'માં પૃ.૪૩ પર “જાતિવ' એ શબ્દથી શરૂ થતો પરિચ્છેદ વાંચવાનો છે. આ પરિચ્છેદ મુજબ, દૂધ, શંખ, બગલો વગેરેમાં જે શુકલત્વ ગુણ છે એ એકનો એક નથી, કેમકે એક જ “શુકલ (સફેદ) શબ્દ તમામ શુક્લ વસ્તુઓનો બોધ ન કરાવી શકે; કેમકે એમાં આનન્યદોષ આવે. વળી. શુક્લ એ શબ્દ જો થોડીક સફેદ વસ્તુઓનો જ બોધ કરાવે તો તેમાં નિયમભંગદોષ કે વ્યભિચારદોષ આવે. આથી, શુકલ' એ શબ્દ, બધી જ સફેદ ચીજોમાં રહેલા સર્વસાધારણ ધર્મ (શુકલત્વ)નો જ બોધ કરાવી શકે. એ પ્રમાણે જ ક્રિયાવાચક શબ્દ ‘પાક', ગૂડપાક, તિલપાક કે તંડુલપાક એ બધા પાકનો બોધ ન કરાવી શકે, કેમકે એ સર્વે અલગ અલગ પાક છે. આથી પાક એ શબ્દ એ કાદ ક્રિયાનો બોધ નથી કરાવતો પણ પાકત્વ જાતિ કે જે બધા પાકોમાં રહેલો પાકપણાનો સર્વસાધારણ ધર્મ છે તેનો બોધ કરાવે છે. જુદા જુદા બોલનારાથી જુદીજુદી રીતે અને જુદા જુદા સ્વરે ‘ડિત્ય વગેરે શબ્દો ઉચ્ચારાય ત્યારે અથવા જીવનની જુદીજુદી અવસ્થામાં એક જ વ્યક્તિને માટે ‘ડિત્થ' વગેરે પ્રયોજાય ત્યારે “ડિત્ય' શબ્દ જુદો જુદો લાગે છે. આમ છતાં, ‘ડિત્થ' શબ્દના વિવિધ પ્રયોગોમાં ‘ડિત્યુત્વ' એ સર્વસાધારણ ધર્મ રહેલો છે જે ‘ડિત્યની જાતિ છે. આ “ડિસ્થત્વ જાતિમાં જ સંકેત છે. આમ ગુણ, ક્રિયા અને યદચ્છાને લગતા શબ્દો પણ “જાતિવાચક શબ્દો હોઈને તે ત્રણેય પ્રકારના શબ્દોનો “જાતિ' એ જ શબ્દાર્થ છે. અહીં જાતિવાદી મીમાંસકોના મતની ‘વિવેકામાં થયેલી રજૂઆત પૂરી થાય છે. સંજ્ઞાવાચક શબ્દોની જાતિ હોઈ શકે ખરી? ‘ડિલ્ય વગેરે સંજ્ઞાવાચક શબ્દોની પણ જાતિ હોય છે એવો મીમાંસકોનો મત ઘણાને અપ્રતીતિકર તેમ જ દૂરાકૃષ્ટ લાગે છે. ગુણ અને ક્રિયાની જાતિ હોય છે એવું જાતિવાદી મીમાંસકોનું દૃષ્ટિબિંદુ કંઈક અંશે ગળે ઊતરે એવું છે. પણ સંજ્ઞાવાચક શબ્દોનીય જાતિ હોય ખરી ? ૧૩૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy