________________
છે. મીમાંસકો કહે છે કે ‘શુકલઃ’(સફેદ), ‘ચલઃ’(ચાલતી) અને ‘ડિત્યઃ’(ડિત્ય નામની) એ શબ્દો કે જે અનુક્રમે ગુણ, ક્રિયા અને દ્રવ્યના વાચક શબ્દો છે તે શબ્દોમાં રહેલી શુકલત્વ, ચલત્વ અને ડિસ્થત્વરૂપ જાતિને કારણે જ એ શબ્દો શુકલ, ચલ અને ડિત્યનો બોધ કરાવે છે. આમ જાતિ વિનાનો કોઈ જ શબ્દ હોઈ શકે નહીં.
વૈયાકરણો તથા મીમાંસકો વચ્ચે ‘જાતિ’ અંગે સહમતી છે જ. પણ ગુણ, ક્રિયા અને દ્રવ્ય એ ત્રણ શબ્દો મુખ્યાર્થનો બોધ કેવી રીતે કરાવી શકે એ અંગે મતભેદ છે. વૈયાકરણો કહે છે કે મુખ્યાર્થબોધ ચતુર્વિધ છે કેમકે જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યમાં સંકેત અંગે સ્પષ્ટ વિષય-વિભાગ છે. જેમ ‘ગોઃ’(ગાય) એ શબ્દનો સંકેત ‘ગોત્વ’ (ગાયપણું) જાતિમાં છે તેવી જ રીતે ‘શુકલઃ’(સફેદ) એ ગુણવાચક શબ્દનો સંકેત, બધા સફેદ પદાર્થોમાં રહેલા એક જ પ્રકારના શુકલત્વ(સફેદપણું)માં રહેલો છે. આ શુક્લત્વ કે સફેદપણું, જે પદાર્થોમાં એ શુકલત્વ રહેલું છે એ પદાર્થોની ભિન્નતાને કારણે, જાણે કે જુદું હોય તેવું લાગે છે. જેમ એક જ ચહેરો, અરીસો, ચમકતી તલવાર કે તેલ એ જુદીજુદી વસ્તુઓમાં પ્રતિબિંબિત થતાં, જુદો જુદો જણાય છે, તેમ ક્રિયાવાચંક શબ્દો તથા દ્રવ્યવાચક શબ્દોની બાબતમાં પણ આમ જ છે. રાંધ્માની ક્રિયા જુદીજુદી વાનગીઓ રાંધવાની બાબતમાં જુદી જુદી હોય છે. તેમ છતાં, દરેક પ્રકારની રાંધવાની ક્રિયામાં, જે ક્રિયા છે તે તો એક જ પ્રકારની છે. છેલ્લે, ‘ડિત્ય’ જેવાં સંજ્ઞાવાચક નામોને લાગોવળગે છે ત્યાં સુધી જુદી જુદી વ્યક્તિઓ કે વસ્તુઓનાં એ નામો વાચક બને છે ત્યારે એ નામો જુદાં જુદાં જણાય છે; તેમ છતાં એમનું સ્ફોટરૂપ તો બધે જ એકસરખું હોય છે. આ વૈયાકરણોનું દૃષ્ટિબિંદુ છે(જુઓ કાવ્યપ્રકાશ ૨.૮ની વૃત્તિ).
પણ, ‘વિવેક’ વ્યખ્યામાં ‘જાતિરેવ’ એ શબ્દથી શરૂ થતા પરિચ્છેદમાં(પૃ. ૪૩) જાતિવાદી મીમાંસકોનું દૃષ્ટિબિંદુ જુદું છે અને તે ‘વિવેક’(પૃ. ૪૪)માં પ્રસ્તુત પરિચ્છેદની છેલ્લી લીટીમાં રજૂ થયું છે : રૂતિ શુક્રિયાયદ છાશXવાનામપિ નાતિશાખાતિવૈ: રાષ્ટ્રાર્થ: ।જેમ ‘ગો’ (ગાય) વગેરે શબ્દોમાં, ગોત્વરૂપ જાતિને કા૨ણે બધી જ ગાયોનો સમાવેશ થાય છે તેમ જ ‘શુકલ’ વગેરે (સફેદ) ગુણવાચક શબ્દોમાં, ‘પચતિ’ (રાંધે છે ) વગેરે ક્રિયાવાચક શબ્દોમાં અને ‘ડિત્ય’ વગેરે દ્રવ્યવાચક કે સંજ્ઞાવાચક કે યદચ્છાત્મક શબ્દોમાં અનુક્રમે ‘શુક્લત્વ’(સફેદપણુ), ‘પાકત્વ’(રાંધવાની ક્રિયાનો ભાવ) અને ‘ડિત્યત્વ’ એવી
૧૩૭