________________
જેમ ‘મુખ’એ શબ્દ, સીધેસીધો અને કશી જ અડચણ વિના, હાથ, પગ, વગેરે બીજાં અવયવોના અર્થથી જુદો જ, ‘મુખ’ કહેતાં ‘ચહેરા’નો અર્થ દર્શાવે છે તેમ જ સાક્ષાત્ સંકેત કે ચોક્કસ રૂઢિને લીધે શબ્દનો મુખ્ય કે સીધો અર્થ બીજા અર્થો કરતાં પહેલો સમજાય છે. તેથી તે મુખ્ય અર્થ કહેવાય છે.’’
સાક્ષાત્ સંકેત
સૂત્રમાંના ‘સાક્ષાત્ સંકેત' એ શબ્દો, અભિધાના ક્ષેત્રને લક્ષણાના ક્ષેત્રથી જુદું પાડે છે. કેમકે અભિધામાં, કશા જ વ્યવધાન વિના, રૂઢિના કે સંકેતના બળે, સીધેસીધો અર્થ સમજાઈ જાય છે. જ્યારે લક્ષણામાં મુખ્યાર્થનો બાધ થવાથી, વ્યવધાન સાથે, શબ્દનો બીજો અર્થ સમજાય છે. એટલે અભિધાથી મુખ્યાર્થ કે વાચ્યાર્થ સમજાય છે. લક્ષણાથી અમુખ્યાર્થ કે લક્ષ્યાર્થ સમજાય છે.
સાક્ષાત્ સંકેતથી જે મુખ્યાર્થ સમજાય છે તે જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યરૂપ ચાર પ્રકારનો છે, અને એ મુખ્ય અર્થ જેનો વિષય થાય છે તે શબ્દ, મુખ્ય (શબ્દ) કે વાચક (શબ્દ) તરીકે ઓળખાય છે. આમ, ઔ: એ શબ્દ જાતિવાચક છે, ગુરુ: એ શબ્દ ગુણવાચક છે, પતિ એ ક્રિયાવાચક શબ્દ છે અને ટેવવત્તઃ એ દ્રવ્યવાચક શબ્દ છે. કેમકે, મહાભાષ્યકાર(પતંજલિ) કહે છે કે ‘વતુષ્ટથી રાન્દ્રાનાં પ્રવૃત્તિ: ।' (વૃત્તિ, અવતરણ) અર્થાત્ ‘શબ્દોની ચાર પ્રકારની પ્રવૃત્તિ છે.’ જે ચાર પ્રકારના ભિન્ન અર્થો આપે છે.” આ જાતિ, ગુણ, ક્રિયા ને દ્રવ્યરૂપ ચાર પ્રકારના અર્થનું મમ્મટે કાવ્યપ્રકાશ(ઉલ્લાસ-૨)માં વિસ્તારથી વિવેચન કર્યું છે.૧ પણ ‘વૃત્તિ’માં જણાવ્યા પ્રમાણે, ‘‘જાતિ વગેરે ઉપરોક્ત ચાર પ્રકારના અર્થનું સ્વરૂપ વર્ણવવાની ચાલુ વિષય(પ્રકૃત) માટે આવશ્યકતા કે ઉપયોગિતા ન હોવાથી તેની અહીં લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી નથી. માત્ર જાતિ એ જ અર્થ, સંકેતથી સમજાય છે એમ કેટલાક કહે છે. જાતિ વિશિષ્ટ વ્યક્તિ (તદાન્) એ અર્થ, સંકેતનો વિષય છે એમ બીજા કેટલાક માને છે. અમુક અર્થથી જુદા બધા જ પદાર્થો કાઢી નાખવા (સોહૈં) એ જ અર્થ, સંકેતનો વિષય બને છે એવું બીજાઓ માને છે.’’
ન
આમ, જાતિ વગેરે ચાર અર્થોનું સ્વરૂપ, પ્રકૃત(ચાલુ) વિષયની બહારની બાબત છે તેથી, સૂત્રમાં કે વૃત્તિમાં તેને ચર્ચવું ગ્રંથકારે યોગ્ય માન્યું નથી. આમ છતાં, આ ચારેય પ્રકારના અર્થોનું સ્વરૂપ આચાર્યશ્રીએ પોતાની ‘વિવેક’ વ્યાખ્યામાં સમજાવ્યું છે.
2
૧૨૯