________________
આ (ચાર) ભેદો છે. બાકી, સ્વાભાવિક રીતે તો શબ્દનું એક જ સ્વરૂપ છે. આ રીતે મુખ્યાર્થ, ગૌણાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ એવા અર્થના ચાર જુદા જુદા પ્રકારો છે. તેથી એ ચારેય પ્રકારના અર્થોને દર્શાવનાર શબ્દ - એકના એક શબ્દને ચાર પ્રકારનો માનવામાં આવ્યો છે. એટલે, શબ્દનું વર્ગીકરણ અર્થના વર્ગીકરણને લીધે છે. સ્વાભાવિક નથી પણ સૈદ્ધાન્તિક છે. અર્થેભેદથી શબ્દભેદ છે.
| મમ્મટ, વિશ્વનાથ વગેરે જાણીતા ગ્રંથકારોથી જુદા પડીને શ્રી હેમચન્દ્રાચાર્ય - ચાર પ્રકારના અર્થને અનુસરીને ચાર પ્રકારના શબ્દનો ઉલ્લેખ કરે છે. અહીં એ નોંધવું જોઈએ કે આ વર્ગીકરણ કાવ્ય માટે જ છે. કેમકે, બંજક (અને ગૌણ) શબ્દો કેવળ કાવ્યમાં જ મળે છે. તર્કશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, વિજ્ઞાન વગેરેમાં આવું વર્ગીકરણ સંભવતું નથી. આથી જ, મમ્મટે, લાક્ષણિક રીતે, સત્ર એ શબ્દ વાપર્યો છે જેનો અર્થ છે : અહીંયા, કાવ્યમાં વૈશેષિકો અને બીજાઓના મતે શબ્દ માત્ર બે જ પ્રકારનો છે વાચક અને લાક્ષણિક પણ ધ્વનિમતના પ્રવર્તક આનંદવર્ધન અને બીજા તેમના સમર્થકો કહે છે કે કાવ્યમાં વ્યંજક શબ્દ અને વ્યંગ્ય અર્થનું ઘણું જ મહત્ત્વ છે. અને, વ્યંગ્ય અર્થ તો કાવ્યમાં જ સંભવતો હોવાથી, શ્રી હેમચન્દ્રાચાર્ય, મમ્મટની માફક, ધ્વનિવાદના સમર્થક હોવાથી, તેમણે “કાવ્યનુશાસન'માં વ્યંગ્યાર્થના આધારરૂપ વ્યંજક શબ્દનો ઉલ્લેખ કર્યો છે.
આ ચાર પ્રકારના શબ્દો જે પ્રક્રિયા શક્તિ, વૃત્તિ કે વ્યાપારથી ચાર જુદા જુદા અર્થો આપે છે તે શક્તિ, વૃત્તિ કે વ્યાપારની અર્થાત્ અભિધા, ગૌણી, લક્ષણા અને વ્યંજના શક્તિની હવે વ્યાખ્યા કરવામાં આવશે અને તેમનાં કાર્યોની વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવશે. મુખ્ય અર્થ વિશેના ચાર મત
સૌથી પહેલાં, સૂત્ર સોળ(૧.૧૬)માં, મુખ્ય અર્થ દર્શવનાર અભિધાવૃત્તિની ખ્યાલ આપવા માટે, મુખ્ય અર્થ શું છે તેની વ્યાખ્યા આપવામાં આવી છે :
સાક્ષાતંતવિષયો મુક્ય: I (૧.૧૬) એટલે કે “સીધેસીધો સંકેતનો વિષય હતો જે અર્થ તે મુખ્ય (અર્થ) છે.” કોઈ પણ ભાષામાં અમુક શબ્દનો અમુક અર્થ થાય એવો જે લોકવ્યવહાર કે રૂઢિ હોય છે તે જ સંકેત છે.
વૃત્તિમાં આ સૂત્ર(૧.૧૬)નું વિવરણ છે.
૧૨૮