SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Th~મ્... ઉદા. ૭), જોવાત્... (ઉદા. ૯) તથા ચમ્રશ્ચિંતમુત્યુમ્... (ઉદા. ૧૨) એ સર્વ સુંદર શ્લોકોના સૂક્ષ્મ અર્થો ‘વિવેક'માં પ્રસ્તુત કરવાની શ્રીહેમચંદ્રાચાર્યની શૈલી તથા વ્યવસ્થા પ્રશંસનીયછે. ામાસ્વઙ્ગએ શ્લોક(૧૧)ના વિવરણમાં ગ્રંથકાર લખે છે કે - ‘સુગન્ધિત પ્રિયંગુલતાઓમાં યક્ષને તેની પત્નીનું સાદૃશ્ય એટલા માટે દેખાય છે કે એ લતા શ્વેત છે, નાજુક-પાતળી છે અને કંટકછાઈ છે; ચંદ્રમાં પ્રિયાની કપોલકાંતિ એટલા માટે કલ્પી શકાય છે કે એ ફિક્કી છે. શ્લોકમાં ‘ઉત્પશ્યામિ’(કલ્પના કરું છું) એવું એટલા માટે કહ્યું છે કે યક્ષ પ્રયત્નપૂર્વક- ધારે છે - પોતાનું જીવન ટકાવી રાખવા માટે ફાંફાં મારે છે. ‘હન્ત !’ એ કષ્ટ સૂચવે છે – એ બતાવવા કે પ્રિયાનું ક્યાંય એક સ્થળે પૂરેપૂરું સાદૃશ્ય ન જડવાથી યક્ષ બેચેન છે. બધે સ્થળે જાય પણ ક્યાંય એના મનને પૂરી શાતિ મળતી નથી. શ્લોકમાં, યક્ષ પોતાની પત્ની માટે (હે) ભીરુ ! એવું સંબોધન વાપરે છે તે બરાબર છે. કેમ કે જે ડરપોક હૃદયવાળો થઈ જાય છે તે બધું જ એક ઠેકાણે પ્રાપ્ત કરી શક્તો નથી. આથી, આ શ્લોકમાં ‘ભીરુ’ને બદલે ‘ચણ્ડિ’ એવો જે પાઠ મળે છે તે બરાબર નથી’ (જુઓ લોચન, પૃ. ૨૩૨-૩૩). ‘વૃત્તિ’માં બાલરામાયણનો ચન્નશ્ચિંતમુત્યુમ્... 6. શ્લોક (૨.૧૯; ઉદા. ૧૨) પ્રતિ-ઉદાહરણરૂપે રજૂ થયો છે; કેમ કે એમાં ખીલવવામાં આવેલો અલંકાર રસનું અંગ બની રહેતો નથી; તેથી એ રસપોષક બનતો નથી. ઉ૫૨ ઉદા. ૧૧માં મેઘદૂતના માસ્કંમ્ એ શ્લોકમાં અલંકારસમીક્ષાનો છેલ્લો નિયમ સુપેરે પળાયો છે; જ્યારે આ શ્લોક (૧૨)માં એવું બન્યું નથી. શ્લોકાર્થ છે : ‘નીચી નમેલી, સંકોચાયેલી, ઉત્સુક હસતી, અર્થસૂચક, ત્રાંસી, પહોળી, પ્રસન્ન, અર્ધમીંચેલી, પ્રેમસભર, ધ્રૂજતી, સ્થિર, ઊંચી ભમરવાળી, ભ્રાન્ત, ખૂણા તરફ વળેલી, વિકસિત, મીંચેલી, તરંગપૂર્ણ, આંસુવાળી એવી (રાવણની વીસ) આંખ, (શૃંગાર) રસને વશ થવાથી એકેક જુદી જુદી ક્રિયા કરી રહી છે.’ આ શ્લોક અંગે ‘વૃત્તિ’માં ગ્રંથકાર કહે છે કે - ‘અહીં રાવણની વીસેવીસ આંખોના વિવિધ ભાવો તાદશ વર્ણવતી સ્વભાવોકિત(અલંકાર) છેલ્લે સુધી લઈ જવામાં આવી છે(નિર્વાહિતા); પણ એ સ્વભાવોકિત અલંકાર રસના અંગ તરીકે યોજાયો નથી.’ આ શ્લોકમાં સીતાના પ્રેમમાં ભાન ભૂલેલા રાવણની વીસ આંખોમાં વીસ અલગ અલગ વિકારો એકી સાથે ઉત્પન્ન થયા છે. જેનું તાદશ શબ્દચિત્ર રજૂ થવાથી સુંદર સ્વભાવાકિત અલંકાર બન્યો છે. આમ છતાં, શ્લોકમાં છેવટ સુધી ૧૨૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy