________________
છે તેવું મારી આંખરૂપી બારણું પોતાના રૂપના ધક્કાથી ખોલીને મારા શરીરરૂપી ઘરમાં, પેલી મારા દિલની ચોરી કરનાર (પ્રિયા) પેઠી છે.’
આ શ્લોક ૫૨ ટિપ્પણ કરતાં આચાર્યશ્રી ‘વૃત્તિ’માં કહે છે : ‘આ શ્લોકમાં નયનદાર અર્થાત ‘નયનરૂપી બારણું' માત્ર આ રૂપક (અલંકાર) જ સુંદર છે અને શ્લોકના શૃંગા૨૨સને પોષક છે; બાકીનાં રૂપકો(પાંપણરૂપી કમાડ, સ્વરૂપરૂપી ધક્કો, દેહરૂપી ઘર વગેરે) રસપોષક કે હૃદ્ય નથી... શ્લોકમાં આરંભેલો રૂપક અલંકાર ખૂબ લંબાવવાથી (અતિ-નિર્વાહથી) શ્લોકનો નાજુક શૃંગાર રસ રોળાઈ ગયો છે. ટૂંકમાં રૂપકોની ભારમારથી રસને હાનિ થઈ છે.’
ચૌદમા સૂત્રમાં રસજમાવટનો જે છેલ્લો નિયમ છે તે છે : નિર્વાહે પિ અંત્યું એટલે કે કાવ્યમાં અલંકારને શરૂ કરીને સારી રીતે બહેલાવ્યો હોય, લંબાવ્યો હોય છતાં પણ જો એ અલંકાર મુખ્ય રસનું એક અંગ બનીને રહેતો હોય તો તે રસને અવશ્ય ઉપકારક થાય છે. આ નિયમનું ઉદાહરણ(૧૧) કાલિદાસના ‘મેઘદૂત’ના શામસ્વમ્... બ્લોક(૨.૪૧)માં મળે છે. વિરહી યક્ષ પોતાની પત્નીને મેઘદ્વારા સંદેશ મોકલતાં મનોવેદના ઠાલવે છે કે -
‘પ્રિયંગુલતામાં તારાં નાજુક અંગોમી, ગભરાયેલી મૃગલીની આંખોમાં તારા કટાક્ષોની, ચંદ્રની અંદર તારા કપોલની કાંતિની, મોરનાં સુંદર પીંછામાં તારા કેશની અને નદીમાં નાનાં મોજાંમાં તારી ભ્રમરોની સુંદર શોભાની કલ્પના કરું છું; પણ, અરેરે, હે ભીરુ (સ્ત્રી) ! આ બધામાં ક્યાંયે એક ઠેકાણે મને તારું સાદૃશ્ય રહેલું જણાતું નથી.’
‘વૃત્તિ’માં આ શ્લોકનું વિવેચન કરતાં શ્રીહેમચંદ્રાચાર્ય નોંધે છે કે ‘અહી જુદા જુદા પદાર્થોની કલ્પના કરવામાં રહેલી ઉત્પ્રેક્ષાને લીધે ખડું થતું સાદૃશ્ય શ્લોકમાં શરૂ કર્યું છે તેમજ કળાત્મક રીતે, કુશુળ રીતે, છેવટ સુધી લઈ જવામાં આવ્યું છે (નિર્વાહિતમ્), છતાં પણ તે વિપ્રલંભ(શૃંગાર) રસને ઉપકારક બન્યું છે.’ ટૂંકમાં, ઉત્પ્રેક્ષામાંથી નીપજતું સાદૃશ્ય બરાબર ખીલવ્યું છે છતાં અલંકાર મુખ્ય રસનું અંગ બની રહ્યો છે. આવો અલંકાર જ કાવ્ય રસને પોષક બને છે. મેઘદૂતના આ મનોહર શ્લોકમાં પૂર્ણરૂપે પુષ્ટ રસ અને પૂરેપૂરા ખીલેલા અલંકાર વચ્ચેનો સંવાદી સંબંધ બરાબર ઝળકેછે. ‘વિવેક' વ્યાખ્યા(પૃ.૪૧)માં આ શ્લોકના વિવિધ શબ્દોના સૂક્ષ્મ સૂચિત અર્થો સમજાવવામાં આવ્યા છે જે સહૃદયને હૃદયંગમ નીવડે છે. આ વિભાગમાં આવેલા ચત્તાપાનામ્... (ઉદા. ૨), ૩દ્દામોલિનામ્... (ઉદા. ૫),
૧૨૩