SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વેશે. અનેક પાત્રોની ભૂમિકા લઈ, જુદા જુદા રૂપે દેખાય છેતેમજ કાવ્યમાં એક જ અર્થ, અભિવ્યક્તિની સુંદરતાથી વિવિધ રૂપો લઈને રસિકોને આનંદચમત્કારનો અનુભવ કરાવે છે. આ બંને પ્રકાર “અન્યયોનિ” અર્થના છે. આ પ્રકારને આનંદવર્ધને ત્યાજય ગણ્યો છે, કેમકે એમાં વેશ જુદો છતાં તે તુચ્છાત્મ છે(ધ્વ. આ. ૪. ૧૩). અનુકરણના ત્રીજા પ્રકાર-તુલ્યદેહિતુલ્યની વ્યાખ્યા રાજશેખરે આપી છે(વિવેક, અવતરણ-૮): ‘જયાં વિષય જુદો હોવા છતાં અત્યંત સાદૃશ્ય હોવાથી અભેદની પ્રતીતિ થતી હોય તેવા કાવ્યને તુલ્યદેડિતુલ્ય કહે છે. આવાં કાવ્યોની રચના વિદ્વાન લોકો પણ કરે છે. આ પ્રકાર “નિહન્તયોનિ” અર્થનો છે. વિવેકમાં ક્લોક ૩૬ અને ૩૭ આ પ્રકારના ઉદાહરણો આપ્યા છે. એ બંને શ્લોકો રાજશેખરે રજૂ કરેલા છે. અહીં, નવીનતી એ પ્રતીકવાળા ૩૬મા શ્લોકમાં, ઘેટા, બકરાંથી માંડી ઘોડા સુધીનાં, સર્વજનસુલભ પરોપકારી, સુખી પ્રાણીઓને, કવિ, સદભાગી ગણે છે; જ્યારે કાં તો રાજમહેલ કે પછી વનમાં જ નિવાસ પામતા બધાને અસુલભ, હાથીઓના જન્મને કવિ દુર્ભાગી ગણે છે. પ્રતિગૃહમુપતાનામ. એ પ્રતીકવાળા શ્લોક(૩૭)માં કવિ કહે છે કે “ઘરઘરમાં સ્થાન પામતા, સર્વોપયોગી, પથ્થરો ઉચિત સ્થાન પામે છે અને ક્યારેક પૂજાય છે. પણ આ દુર્ભાગી મણિ કે રત્નોનો ઝગમગાટ નકામો છે કેમકે એમનો નિવાસ કાં તો રાજમહેલમાં છે કે ખાણમાં છે.” આ બંને શ્લોકના વિષયો જુદા છે તો પણ વર્ણનશૈલીના ચમત્કૃતિપૂર્ણ તથા અત્યધિક સાદૃશ્યને લીધે બંનેની કવિતામાં અભેદનો અનુભવ થાય છે. પ્રથમ શ્લોક(૩૬)માં ઘોડા જેવાં પરોપકારી સાધારણ પ્રાણીઓને સદ્ભાગી ગણ્યાં છે અને હાથી જેવાં સાધારણ પણ કેવળ રાજવીઓને કામ લાગતાં પ્રાણીઓને દુર્ભાગી કહ્યાં છે. બીજા શ્લોક(૩૭)માં સામાન્ય પથ્થરને બડભાગી માન્યો છે.આમ, બંને શ્લોકોના વિષયો જુદા છે પણ બંનેની ચમત્કૃતિપૂર્ણ વર્ણનશૈલી ખૂબજ મળતી આવે છે. તેથી બંને શ્લોકો વચ્ચે અભેદની પ્રતીતિ થાય છે. આ કારણથી જ અનુકરણના આ પ્રકારને તુલ્યદેહિતુલ્ય કહ્યો છે. રાજશેખરે કાવ્યમીમાંસાના તેરમા અધ્યાયમાં તુલ્યદેદિતુલ્ય પ્રકારના આઠ પેટાભેદો નિરૂપ્યા છે તેમાં વિષય-પરિવર્ત' નામના પ્રથમ પેટા-ભેદની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે તàવ વસ્તુનો વિષયાતોનનાચપત્તિર્વિષયપરિવર્ત. અર્થાત્ એક જ વિષયવસ્તુને માટે બીજો જ વિષય યોજીને એ વિષયનું સ્વરૂપ જ બદલી ૮૦ -
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy