________________
૩ર
મનોવિજ્ઞાન
કરવાથી જ વ્રત, પક્ખાણાદિ કરવામાં વિલાસ પ્રગટે છે. જીવનમાં વ્યસન એ ભયંકર ગુલામી છે. તેના લીધે બીજાં મેટા ખર્ચા પણ ઘણાં ઊભા થાય છે. માટે જીવનમાં સ્વાધીનતા કેળવીને સ્વેચ્છાથી સહન કરતાં શીખે. પરાધી નપણે તે જીવે અત્યાર સુધીમાં અનંતકાળથી ઘણું વેઠેલું છે. હવે તો જેટલું વેઠાય તેટલું શાન્તિથી સ્વાધીનપણે વેઠી લે.
સ્વવશતાની સાચી ગુણવત્તા આચારાંગસૂત્રની ટીકામાં પૂ. શિલાકાચાર્ય ફરમાવે છે કે
सह कलेवर ! दुःखमचिन्तयन् स्ववशता हि पुनस्तव दुर्लभा । बहुतरं च सहिष्यसि जीव हे परवशे न च तत्र गुणोऽस्ति ते ॥
હે આત્મન્ ! મનમાં કઈ પણ પ્રકારનું આર્તધ્યાન કર્યા વગર પ્રશન ચિર સહન કર ! સુખ દુઃખાદિ અંગેના કેઈપણ પ્રકારનાં મનમાં વિચારે લાવ્યા વગર સમતા ભાવે સહન કર અરર ! મારી પર એક પછી એક ઉપરાઉપરી દુઃખ આવ્યા કરે છે. હવે હું શું કરું? કયાં જાઉં? મારું શું થશે. આજે મારી પડખે કેઈ નથી ઉપર આભને નીચે ધરતી છે. અરર ! આ શું થવા બેઠું છે? આ બધા દુઃખોમાંથી મારે કયારે છુટકારો થશે. દુઃખના પ્રસંગે આવા બધાં નબળાં વિચારે મનમાં લાવવા એ પણ એક પ્રકારનું આર્તધ્યાન છે. આકંદન, રૂદન, શોક નિઃસાસા નાંખવા માથાના વાળ ખેંચવા એ બધા આત ધ્યાનનાં લક્ષણે છે– '