________________
આમદમન
શલ્ય એ ભાવ શલ્ય છે. દ્રવ્ય શલ્યથી થોડા સમયનું દુઃખ છે,
જ્યારે ભાવ શલ્ય ભવભવમાં દુઃખનું કારણ છે. માટે તેનાથી આત્માને ઉધાર કરો અને નિઃશલ્ય અને નિકષાય થઈને ધર્મ આચર તે જ ખરી ધર્મશુદ્ધિ છે. - લક્ષ્મણ સાધ્વીએ તપ ઘણું કર્યા પણ તેની શુદ્ધિ ન થઈ. કારણ મનમાં માયા શલ્ય રાખીને તેણે તપ કર્યું હતું. તામલી તાપસે સાઠહજાર વર્ષો સુધી લાગલગટ ઉગ્ર તપ કર્યો છતાં તપનાં વાસ્તવિક ફળને તે ન પામ્યો. કારણ તેનામાં મિથ્યાત્વ શલ્ય હતું. તેમ સંભૂતિ કરીને કેઈ મહાતપસ્વી હતા. તેમણે સંભૂતિનાં ભાવમાં ઘણું ઉગ્ર તપ કર્યું પણ છેલે નિયાણું કરવાથી તપનાં વાસ્તવિક ફળને ન પામ્યા. સનતકુમાર ચક્રવતિ નું અંતે ઉર તેમને વંદન કરવા આવે છે. તેમણે જે કે અનશન કરેલું છે પણ સનતકુમાર ચકવતિના પટ્ટરાણી જેને સ્ત્રીરત્ન કહેવામાં આવે છે તે જ્યાં સંભૂતિ મુનિને મસ્તક નમાવીને વંદન કરે છે ત્યાં તેના વાળને મુનિના શરીરને સ્પર્શ થાય છે અને મુનિ નિયાણું કરે છે કે આ તપનું જે કાંઈ પણ ફળ હેય તે આવતા ભવે મને આવા સ્ત્રીરત્નની પ્રાપ્તિ થશે. બસ, આને નિયાણ શલ્ય કહેવામાં આવે છે અને મુનિ આ રીતનું નિયાણું કરીને તપનાં ફળને વિચી નાખે છે. પછી ત્યાંથી એક ભવ દેવલોકને કર્યા બાદ તેઓ બ્રહ્મદત્ત નામે બારમા ચકવતિ થયા છે અને ચકવતિના ભવમાં પૂર્વે નિયાણું કરેલું હોવાથી ભેગસુખમાં તિવ્રપણે આશક્તિ પોષાવાથી અંતે તેઓ સાતમી નરકના અધિકારી બન્યા છે. માટે ધર્મ માર્ગમાં નિઃશલ્યપણું અતિ જરૂરી છે નિઃશલ્ય બનીને ધર્મ આચરનાર જરૂર તેનાં તાત્વિક ફળને પામે છે. રત્ન ચિંતામણું ફળે છે. કલ્પતરૂ ફળ આપે છે. જ્યારે ધર્મ તે તેથી પણ અધિક છે તો તે શું ફળ આપ્યાવિના રહે? કલ્પતરૂ