________________
"૪૧૬
મને વિજ્ઞાન
=
બધા ઉભી પૂંછડીએ ભાગે. ક્ષપક શ્રેણીએ ચઢેલે આત્મા માત્ર અંતમુંહત જેટલા કાળમાંજ મેહરાજા ઉપર વિજય મેળવી લે છે. અને કનક કામિની કાયા કુટુંબ કિતિ આદિ જે મોહના ગઢ છે તેને ક્ષણવારમાં તોડી નાખે છે. ઉંચ ગુણઠાણાની ભૂમિકાએ ચઢેલો આત્મા સામે ગમે તેવા ઈષ્ટ સંયોગે હોય તેમાં લેશ પણ મેહ પામતો નથી. આત્મામાં સમ્યગ જ્ઞાનની ત પ્રગટે કે હું કોઈને નથી અને અસાર સંસારમાં મારૂ કેઈ નથી ત્યાં મેહને મૃત્યુ ઘંટ વાગ્યા વિના રહેજ નહિ.
આત્મામાં વિપરિત માન્યતા અને વિપરિત આચરણ હોય ત્યાં સુધી તાકાત નથી કે મેહરાજાના ગઢમાં ગાબડુએ પાડી શકાય માટે મેહને ગઢ તોડ હોય તો આત્માએ સદા સાવધાન થઈને નિજ ઘરનું વાતાવરણ સદા સંવદા અવલોકતા રહેવાનું છે અને માન્યતા અને આચરણામાં સમ્યગ પણું લાવવાનું છે. ભલે એ સમ્યગ પણું કેમે કમે આવે પણ લક્ષ તે એનું એજ રાખવાનું છે.