________________
મનેાવિજ્ઞાન
મેલાવીને આખા જન્મનુ તેનુ દાળદર ફીટી જાય તેટલું દ્રવ્ય આપ્યું અને ચૌદશના દિવસે મધ્યાહ્ કાળના સમયે નગરીની બહાર આવેલા કાળીમાતાના મંદિરે મળવાનુ મે તેને વચન પણ આપી દ્વીધુ.
: ૩૮૨
સ્ત્રીચરિત્રનું નાટક
ચૌદશના દિવસે અપેારના મારા પતિને મળવા અંગેના મેં સંકેત ા કરી નાંખ્યા પણ અહીં તે હું રાજાના અંતઃપુરમાં હતી. મારાથીઅપેારના સમયે નીકળીને એકાકી કેમ જવાય? એટલે મે’ સ્ત્રીચરિત્રનું નાટક ભજવવાની શરૂઆત કરી. પેટમાં જાણે ચૂંક ન ઊપડી હેાય તેમ મે એકદમ જોરથી ચીસ પાડી. ચીસ સાંભળીને આખું 'તઃપુર એકત્રિત થઈ ગયું. મહારાજા પણ રાજ્યનાં બધાં કામ પડતાં મૂકીને અંતઃપુરમાં આવી પહોંચ્યા. મહારાજાએ તરત મને કહ્યું કે, હમણાં સુધી શરીરમાં કોઈ બિમારી ન હતી ને અચાનક શું થઇ ગયું? મેં કહ્યું કે, તમે વચમાં બિમાર હતા ત્યારે મે ચૌદશના દિવસે મહાકાળી માતાના મંદિરે જવાની તમારા અંગે ખાધા રાખેલી છે. ખાધા ભુલાઈ જતાં મહાકાળી મારા ઉપર કાપાયમાન થયાં છે. માટે મારી ખાધા પૂરી થાય તે જ મને શાંતિ થાય તેમ છે. બાકી મારે તે કમેાતે મરવાનુ છે. જોયુ ને! સ્ત્રીચરિત્ર કેવું કરી બતાવ્યું ? આપ શ્રેાતાજનાને પણ આવાં ચરિત્રોના અનુભવ તા હશે! એટલે કોઈ કવિએ ઠીક કહ્યુ છે કે, ‘સ્ત્રીઓનાં ચિરત્ર અને પુરુષના ભાગ્યને દેવા પણ જાણી શકતા નથી તેા મનુષ્યા તે! કાંથી જાણી શકે ?' આ તા એક અપેક્ષાએ કહેવાય છે. બાકી સ્ત્રીઓમાં પણ ઘણી - સંસ્કારસંપન્ન હોય છે. રાજાએ કહ્યું કે, તમારી ખાધા જરૂર પૂરી કરીશ. રાજાએ ખાધા પૂરી કરવાની વાત કરી ત્યાં મારા