________________
૩૮૦
મનોવિજ્ઞાન
છે કે, પુરોહિતજી! હું સાચા અર્થમાં મહિયારી નથી પણ મારા કમે મને મહિયારી કરી છે.”
શિવપુરના માધવ દ્વિજની, હું કામલતાભિધ નારી; રૂપ કલા ભરયૌવન માઈ!, ઉર્વશીરંભા હારી રાજ! શી. ૨.”
હવે પોતે મહિયારી નથી ત્યારે કેણ છે? તેનું વર્ણન કરતી મહિયારણ કહે છે કે શિવપુર, નામે એક નગર હતું. તે નગરમાં માધવ નામના બ્રાહ્મણની કામલતા નામે હું પત્ની છું. આ ઉપરથી એણે સ્પષ્ટ ખુલાસો કરી નાખે કે હું મહિયારી નથી પણ બ્રાહ્મણી છું, અને મારું નામ કામલતા છે. ભરયૌવન કાળમાં રૂપ અને સૌંદર્યમાં હું એવી અદ્ભુત હતી કે ઉર્વશી અને રંભા પણ મારા સૌંદર્યની આગળ પાણી ભરે. આ તો પોતાના શારીરિક સૌંદર્યનું વર્ણન કરે છે પણ એકલા સૌંદર્યની કંઈ કિંમત નથી. શરીરનું જેવું સૌંદર્ય તેવું જ શિયળ હોય તે તેની કિંમત છે. શિયળ વગરનું સૌંદર્ય એ ભારૂપ નથી પણ શ્રાપરૂપ છે. શિયાળ અને સૌંદર્ય એ બંનેને સુમેળ એ સેનામાં સુગંધ સમાન છે.- “પારણે કેશવ પુત્ર પિઢાડી. હું ભરવા ગઈ પાણી; શિવપુરી દુમિનરાયે ઘેરી, હું પનિયારી લુંટાણી, રાજ!શી. ૩.”
એક વાર ઘટના એવી બની કે કેશવ નામે મારે એક પુત્ર હતો, જેની ઉંમર હજી બેથી અઢી વર્ષની હતી, તેને પારણામાં પિઢાડીને હું પાણી ભરવા નિમિત્તે બહાર નદી કિનારે ગઈ. એટલામાં બન્યું એવું કે, પહેલેથી જ જેની ગોઠવણ હશે એવા કોઈ દુશ્મન રાજાએ પોતાના સૌન્ય સહિત આખી નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. શિવપુરીના રાજાએ પરચકના ભયથી ભયભીત બનીને નગરીનાં દ્વાર એકદમ