________________
૩૭૮
મનોવિજ્ઞાન
પહોંચે છે. એટલામાં એક મહિયારણ અને એક પનિયારણ સામેથી નગરમાં પ્રવેશ કરવા માટે આવી રહી છે. મહિયા રણના મસ્તક ઉપર દહીં અને દૂધની ભરેલી બે મટકી છે,
જ્યારે પનિયારણના મસ્તક ઉપર પાણીથી ભરેલું બેડું છે. ગજરાજ માર માર કરતો નગરના દરવાજા ભણી ધસી રહ્યો છે. હાથી તોફાને ચડે એટલે બાકી શું રહે? નગર આખામાં કેલા હલ સાંભળીને પેલી મહિયારી અને પનિયારી બંને પિતપોતાના જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટે છે અને દરવાજાની સમીપે બંને આવી પહોંચે છે, પણ જીવ બચાવવા ત્યાંથી ડેક દૂર એકદમ નાસી જાય છે. નાસભાગ થતાં મહિયારણના મસ્તક ઉપરથી દહીં અને દૂધની મટકી એકદમ નીચે પડી જાય છે અને ફૂટી જાય છે. પનિયારીનું બેડું મસ્તક પરથી નીચે પડી જાય છે અને બેડું ફૂટી જતાં પનિયારી ધ્રુસકે ને ધ્રુસકે કરૂણ સ્વરે રૂદન કરે છે, જ્યારે મહિયારણ કે જેની દહીં-દૂધની મટકી ફૂટી ગઈ છે તે તો ત્યાં ઊભી ઊભી ખડખડાટ હસે છે. મુખ પરથી જાણે હાસ્યરસની છોળો ઊડી રહી છે. નુકશાન જેને ઘણું થયું છે તે હસે છે અને જેને પ્રમાણમાં નુકસાન ઘણું ઓછું થયું છે તે રડે છે. એ દશ્ય જોઈને કોઈના પણ મનમાં કુતૂડલ થયા વિના. રહે નહિ.
બીજી બાજુ હાથીને મહાત કરવા માટે રાજાના પુરેહિત અને મહાવત બંને હાથીની પાછળ પડેલા છે. હાથી તે નગરના દરવાજાની બહાર નીકળીને જંગલ ભણી આગળ ધપી રહ્યો છે. પુરોહિત અને મહાવત પણ દરવાજાની બહાર ક્યાં આવે છે ત્યાં પુરોહિતનું ધ્યાન પેલી મહિયારી અને પનિયારી તરફ ખેંચાય છે અને પુરોહિતના મનમાં એક પ્રકારની કુતૂહલ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તરત જ પુરોહિત હાથીને મહાત કરવાનું કામ મહાવતને સંપીને પોતે મહિયારી અને પનિયારીની સમીપે.