________________
કર્મવિપાક
૩૬૩
ભાષણ મહાપાપકારી છે. તેનાથી પિતાનાં કરેલા સુકૃતના. ફળને જીવ હારી જાય છે. | દુર્ભાગ્ય, દરિદ્રતા, પારકી ગુલામી એ બધાં ચૌર્યકર્મનાં . ફળે છે. ચૌર્ય કર્મને આચરનારા આ ભવમાં વધ, બંધનને પામે છે અને ભવાંતરમાં નરક આદિની ઘોર વેદના અનુભવે છે. જ્યારે ચાર લોકો ખાતર પાડીને ઘરમાંથી ધન લૂંટી જાય. એ તો ચેરી છે. બીજા પણ ચેરીના ઘણા પ્રકાર છે.. વ્યાપારમાં અનીતિ કરવી એ પણ એક પ્રકારની ચોરી છે. ભેળસેળથી વ્યાપાર કરવો, ભાવતાલમાં વધારે કહેવું, કૂડાં તોલ. અને માપથી વાણિજ્ય કરવું એ બધા પ્રકારે ચૌર્યકર્મને. લગતા છે. જેમાં નીતિ અને ન્યાય હેય તે વ્યાપાર, બાકી એક પ્રકારની ઘેલા દિવસની લૂંટ કહેવાય, . આજે નીતિની વાત આવે ત્યારે ઘણા દલીલ કરે છે કે, નીતિથી વર્તવા જઈએ તો પેટ ભરી ન શકાય, પણ એ સમજ્યા વગરની દલીલ છે. નીતિથી પેટ જરૂર ભરી શકાય, પેટી ન ભરી શકાય, અથર્જનની પાછળ નિર્વાહનું દયેય હોય . તે ઝાઝાં પાપ આચરવાં ન પડે, પણ દયેય સંગ્રહ છે. એટલે પાપ આચરવાં પડે છે. પેટ પાપનું મૂળ નથી, લાભ પાપનું મૂળ છે. પેટની ભૂખ કરતાં ધનની ભૂખ ભયંકર છે. જમવા નિમિત્તે ભાણે બેઠેલે માણસ પેટ ભરાઈ જાય એટલે પીરસવા આવનારને તરત ના પાડે છે. ભાઈ! પેટ ભરાઈ ગયું છે. હવે જરાયે વધારે ચાલે એવું નથી. બસ પટની ભૂખ આટલી છે, જ્યારે લાખો અને કરડે મળી જાય તેયે ધનની ભૂખ શમતી નથી. એટલા માટે જ શાસ્ત્રોમાં ઈરછાને આકાશની જેમ અનંત કહી છે. આકાશને અંત નથી તેમ ઈચ્છાને પણ અંત નથી અને પુદ્ગલઆદિ .