________________
આત્મદમન
સાધુ સુખિયા સંસારમેં બાકી ધર્મના ફળરૂપે એકલાં રેડા ને કુકા જ જોઈતા હોય તે વખતે વાર પણ લાગી જાય. અમારે સાધુઓ પાસે પૌગલિક સુખની કેઈ સામગ્રી નથી. અહિં ઉપાશ્રયમાં તમે જોઈ શકે છે કે રેડીયે નથી, ફરનીચર નથી; છત્રી પલંગ નથી. ટી.વી નથી, વીડીયે નથી. જે પ્રકારની સજાવટ તમે લેકએ ઘરમાં કરી છે તેવી કોઈ સજાવટ અહિં નથી. આગળ વધીને કહેવું હોય તે એમ પણ કહી શકાય કે અમારે સાધુઓને ગામમાં ઘર નથી ને સીમમાં ખેતર નથી. આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ, છતાં સાધુપુરુષે સંસારીથી અનંતગણું સુખી છે તેનું કારણ? દરેક મુમુક્ષુજને વિચારવા જેવી આ વાત છે. સાધુપુરુષે ગમે તેવા શ્રીમંત અને સુખી સંસારી કરતાં પણ જે અનંતગણ સુખી છે તેનું કારણ એજ છે કે ચિત્તની સમાધિરૂપ ધર્મનું જે તાત્ત્વિક ફળ છે તેને તેઓ જીવનમાં સાક્ષાત્ અનુભવનારા છે, ચિત્તની સમાધિના સુખથી ચડીયાતું આ વિશ્વમાં બીજું કઈ સુખ નથી; અને તેવું સુખ ધર્મના ફળરૂપે આ લોકમાં પણ અનુભવી શકાય છે.
ધર્મનું તાત્કાલિક ફળ શ્રીપાલ મહારાજાને ધર્મ તરતમાં ફળે અને આપણને કેમ તરતમાં ફળતું નથી. ધર્મના સિદ્ધાંતોમાં અને વિધિ– વિધાનમાં કયાંય ખામી નથી. ખામી આપણામાં છે. શ્રીપાલ મહારાજે શ્રી નવપદજીની વિધિપૂર્વક આરાધના કરી, પણ આરાધના કરવાની સાથે તેમની અંતરની પરિણતિ ઘણી ઉંચી હતી. તેવી જ પરિણતિ મયણાસુંદરીની હતી. શ્રીપાલ 'મહારાજા શ્રી નવપદજીની આરાધનાની જ્યાં શરૂઆત કરે છે ત્યાં પહેલાં જ દિવસનાં આયંબિલથી તેમને અંતરદાહ શમી