________________
પ્રકાશકીય નિવેદન
સૌરાષ્ટ્ર કેશરી શાસન પ્રભાવક પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજય ભુવનરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. ગણીવર્ય શ્રી યશોવિજ્યજી મ. તથા પૂ. મુનિશ્રી રાજ્યશ વિજયજી મહારાજ આદિ ઠાણા ૩. નું વિ. સં. ૨૦૪૨ ની સાલનું ચાતુર્માસ અત્રે રાજનગર શહેરમાં પાલડી, જૈન નગરમાં શ્રી જેનનગર સંઘની વિનંતીથી થતાં અત્રેના શ્રી સંઘમાં અપૂર્વ ધર્મ જાગૃતી આવેલ છે. પૂજ્યશ્રીના ચાતુ મંસને લાભ અત્રેના શ્રી સંઘને પહેલી જ વાર મળતા અને પૂજ્યશ્રીના મુખેથી તત્વાર્થસાર અને વૈરાગ્યરસ ગર્ભિત દેશના સાંભળતા સૌએ હૃદયમાં અપૂર્વ આનંદ અનુભવેલ છે. પૂજ્યશ્રી અત્રેના વ્યાખ્યામાં પૂ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યેગશાસ્ત્ર ગ્રંથનું વાંચન કરેલ. રોગશાસ્ત્રને અવલંબીને પૂજ્યશ્રીએ જીવ, અજીવ આદિ નવે ત પર વિશદ છણાવટ પૂર્વક વિસ્તૃત વિવેચન કરેલ, તેમાંએ આત્મતત્વ પરનું વિવેચન સાંભળતા તા. રોમાંચ થઈ જતા હતા. તત્વજ્ઞાનના વિષયે અત્રેના ચાતુ. મસમાં ખૂબ છણાવટ પૂર્વક સંભળાવેલ છે.
પૂજ્યશ્રીના ઉપદેશથી ચાતુર્માસમાં ધર્માનુષ્ઠાને પણ અનેરા, ઉલ્લાસથી થયા હતા. પૂજ્ય મહાન તપસ્વી સાધ્વીજી શ્રી વિનય પ્રભાશ્રીજીની શિષ્યાઓ પૂ. સાધ્વીજી શ્રી ઉદય પ્રભાશ્રીજી ત્થા પૂ. સાધ્વીજી શ્રી યશપ્રભાશ્રીજી આદિ ઠાણા ૬. અત્રે ચાતુર્માસ બિરાજતા હોવાથી તેમની શિષ્યા-પ્રશિષ્યા